News of Monday, 7th September 2026
શ્રાવણ મહિનાનો સોમવાર-અગિયારસ નિમિત્તે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને શિવસ્વરૂપ શણગાર
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ તા.૭ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસના સોમવાર અને અગિયારસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને શિવસ્વરૂપ શણગાર કરવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મુકુટ સાથે આછા ભૂરા રંગના વસ્ત્રો પર ભરતકામ,'ૐ' એવં શંખ-ત્રિશૂળની પ્રતિકૃતિ સફેદ મોતીના વર્કવાળા વાઘા ધરવાયા હતા. ગર્ભગૃહને રંગબેરંગી ફૂલો ઓર્કિડ વિવિધ સુગંધી પુષ્પો તથા જાતજાતની રંગીન વેલાઓથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.શ્રાવણ માસ દરમિયાન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે. સવારે 7 થી સાંજે 6 દરમિયાન કરવામાં આવશે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
