<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ

સાંસદ પુનમબેન માડમ, કલેકટર પી.બી.પંડ્યાના હસ્તે વૃદ્ધોને સોમનાથ મહાદેવના ચરણોમાં ધરેલા વસ્ત્રો-પ્રસાદ અપાયા

જામનગર: સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે જામનગર ખાતે વડીલોની સેવાના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞ અંતર્ગત જામનગર જિલ્લાના વિવિધ વૃદ્ધાશ્રમોમાં રહેતા વડીલોને સોમનાથ મહાદેવના ચરણોમાં ધરેલ પવિત્ર વસ્ત્રો અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે સાસંદ પુનમબેન માડમ અને જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા શ્રી એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અને વૃધ્ધાોને પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કર્યુ હતું. 
  સાંસદએ વૃદ્ધાશ્રમની મુલાકાત દરમિયાન વૃદ્ધજનો સાથે વાતચીત કરી તેમની સુખાકારી અંગે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે સોમનાથથી મોકલવામાં આવેલી પ્રસાદી તેમજ વસ્ત્રોનું ૧૧૪ જેટલા વૃદ્ધજનોને વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા વૃદ્ધજનો પ્રત્યે સન્માન, સંવેદના અને આત્મીયતાની ભાવનાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

(11:48 PM IST)