<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

વાંકાનેરના કોટડા નાયાણી ગામે નદીમાં રીક્ષા તણાતા એકનું મોત : એક લાપતા: મામલતદાર-પોલીસ ટીમ ઘટનાસ્થળે : શોધખોળ શરૂ

ઉપરવાસના વરસાદથી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો : રીક્ષા પાણીમાં તણાતા અકસ્માત સર્જાયો, વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

(મહંમદ રાઠોડ દ્વારા)વાંકાનેર તા.૧ : મોરબી જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામ પાસેથી પસાર થતી નદીમાં દુ:ખદ ઘટના બની છે. 

મળતી માહિતી મુજબ નદીમાં આવેલા પાણીના ભારે પ્રવાહમાં એક રીક્ષા તણાઈ જતા એક વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ લાપતા છે. લાપતા વ્યક્તિની શોધખોળ માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે નદીમાં જળસ્તર અને પ્રવાહ બંને વધી ગયા હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને વરસાદી માહોલમાં નદી-નાળા પાર ન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લાપતા વ્યક્તિની શોધ માટે SDRFની ટીમને પણ જાણ કરવામાં આવી છે.

(4:54 PM IST)