<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

આટકોટમાં જે સગીરાના અપહરણની શંકાએ તલવારો અને લાકડી ઉડી હતી તેણે જ ઘરે ફાંસો ખાઇ લીધો

દિકરીનું અપહરણ થયાની શંકાએ બે દેવીપૂજક પરિવારો વચ્‍ચે સશષા અથડામણ થતા ૧૧ લોકો ઘાયલ થયા'તાઃ બન્ને જાુથના ૩ મહિલા સહિત ૧૮ની ધરપકડ

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૪ :..  જસદણ તાલુકાના આટકોટ ગામે બે દિવસ પહેલા સગીરાને ભઞાડી જવાની આશંકાએ લોહિયાળ ખેલ ખેલાયો હતો બાદ સગીરાએ પોતાના ધેર ઞળા ફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવમાંચોંકાવનારો વળાંક આવી ઞયો છે.

આ બનાવની વિગતો મુજબ જસદણની ૧૫ વર્ષની સગીરાના અપહરણની આશંકાએ એક જ કોમના બે જૂથો વચ્‍ચે સશષા સંગ્રામ ખેલાયો હતો જેમાં ૧૧ લોકો લોહીલુહાણ થયા હતા જો કે આ લોહિયાળ સંઘર્ષ પાછળનું અસલી કારણ જાણીને પોલીસ પણ સ્‍તબ્‍ધ થઈ ગઈ હતી જે સગીરાના અપહરણની શંકા સેવાઈ રહી હતી તેણે જસદણમાં પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ આટકોટ ગામના નવા બસ સ્‍ટેન્‍ડ નજીક બે દિવસ પહેલા સાંજના સમયે અચાનક માહોલ ગરમ થઈ ગયો હતો એક પરિવારને શંકા હતી કે તેમની ૧૫ વર્ષની સગીર દીકરીનું અપહરણ થયું છે આ શંકાના આધારે સામસામે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી જે જોતજોતામાં હિંસક સંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી. બંને પક્ષના લોકો લાકડીઓ,પથ્‍થરો અને છરી જેવા ધારદાર હથિયારો સાથે રોડ પર ઉતરી આવ્‍યા હતા આ હિંસક મારામારીના દ્રશ્‍યો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. બંને જૂથો વચ્‍ચે થયેલી આ આડેધડ મારામારીમાં પથ્‍થરમારો અને છરીબાજી થતાં કુલ ૧૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્‍તારમાં નાસભાગ મચી ગઈ હતી.

દરમિયાન લોહિયાળ સંઘર્ષ બાદ જ્‍યારે પરિવાર દ્વારા દીકરીની શોધખોળ કરવામાં આવી ત્‍યારે આખી ઘટનામાં કાળજું કંપાવી દેનારો વળાંક આવ્‍યો હતો. જે ૧૫ વર્ષની સગીરા મીનાબેન ગોવિંદભાઈ વાઘેલાના અપહરણની શંકા પર આ આખો વિવાદ સર્જાયો હતો, તેણે જસદણની શ્રી હરિ સોસાયટી સ્‍થિત પોતાના નિવાસસ્‍થાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું અને મોટી ગેરસમજના કારણે બંને પક્ષો વચ્‍ચે મોટો વિવાદ સર્જાયો અને સામસામે હથિયારો ઉડ્‍યા હતા.

આટકોટ પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્‍યાને લઈ ગુનો આટકોટ પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્‍થળે અને હોસ્‍પિટલે દોડી ગયો હતો.હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મારામારી તેમજ સગીરાના આપઘાતના કારણ અંગે વધુ તપાસ કરી આ બનાવમાં ત્રણ મહીલા સહીત અઢાર લોકોની ધરપકડ કરી છે.

(11:42 AM IST)