તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
જામનગરમાં ‘‘ઓપરેશન સુરક્ષિત સાયબર શકિત''

જામનગરઃ પોલીસ મહાનિર્દેશક (સી.આઈ.ડી.(ક્રાઇમ અને રેલ્વેઝ) ગુ.રા. ગાંધીનગર તરફથી તારીખ ૧૨/૦૬/૨૦૨૬ થી ૩૧/૦૬/૨૦૨૬ દિન ૧૦ માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોઈ જે અનુસંધાને નાયબ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગર દ્વારા ડ્રાઈવ અંતર્ગત તા.૧૭/૦૬/૨૦૨૬ ના રોજ ‘‘પ્રાઇમ સ્કૂલ'' ખાતે ‘‘શિક્ષક તાલીમ દિવસ'' અન્વયે શિક્ષકોની મિટિંગ રાખી વિધ્યાર્થીઓને સમયાંતરે સાયબર સુરક્ષા વિષે અવેર કરતાં રહેવા તથા ઓનલાઈન સ્ટડી માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પડે તે બાબતે સમજ કરેલ તેમજ સાયબર લગત ગુનાઓ અટકાવવા બાબતે સાયબર અવેરનેસ પેમ્ફલેટસનું વિતરણ કરવામાં આવેલ. આયોજન પો.ઇન્સ. આઈ.એ.ઘાસુરાની આગેવાની હેઠળ કરવામાં આવેલ છે. આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન ‘‘સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન'' ના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા કરવામાં આવ્યું હતું
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
