News of Thursday, 21st May 2026
ભાવનગરમાં ખનીજ માફિયાઓના સંગઠિત નેટવર્કનો પર્દાફાશઃ ૪ વોટ્સએપ ગ્રુપ દ્વારા રેડનું લોકેશન ટ્રેક કરનાર ૬૧ વિરૂદ્ધ ચાર્જ શીટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧: ભાવનગર રેન્જના આઇ.જી. આર.વી. અસારી, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘલ દ્વારા જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીની પ્રવળત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તે દરમિયાન ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસને એક ચોંકાવનારી વિગત મળી કરવામાં આવી હતી. જેમાં ખનીજની ગેરકાયદેસર પ્રવળત્તિ સાથે સંકળાયેલા ઇસમોએ સરકારી અધિકારીઓની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ખાસ વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હોવાનું ખૂલ્યું હતું. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ એસ.પી. નિતેશ પાંડેયે તાત્કાલિક ગુનો દાખલ કરવા આદેશ આપતા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની આગળની તપાસ આઇ.યુ.સી.એ.ડબલ્યુ. (IUCAW) શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. ચૌધરી ચલાવી રહ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી નંબર ૧ થી ૪ ના શખ્સો દ્વારા (૧) “Banna_ji_78”, (૨) “Three Temple (Symbol)”, (૩) “Sant Krupa” અને (૪) ‘અરવિંદનું ચોથું ગ્રુપ' એમ કુલ ચાર જેટલા વોટ્સએપ ગ્રુપો ચલાવવામાં આવતા હતા. ખનીજ માફિયાઓ આ ગ્રુપોમાં એડ થવા માટે અને અધિકારીઓની મૂવમેન્ટની એડવાન્સ માહિતી મેળવવા માટે ગ્રુપ એડમિનોને વ્યક્તિ દીઠ દર મહિને રૂ. ૫૦૦ થી રૂ. ૧૦૦૦ ચૂકવતા હતા. આ નાણાકીય વ્યવહારો ગુગલ પે (Google Pay) ના માધ્યમથી કરવામાં આવતા હોવાના પુરાવા પણ મળ્યા છે.
આ ગ્રુપ એડમિનો દ્વારા સરકારી અધિકારીઓના સત્તાવાર નિરીક્ષણો અને લોકેશનની વિગતો અગાઉથી જ શેર કરી દેવામાં આવતી હતી. જેના કારણે તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, જેસર અને ઘોઘા જેવા વિસ્તારોમાં ખનીજ માફિયાઓ ગેરકાયદેસર ખાણકામ, પરિવહન અને ખનીજોનો સંગ્રહ ખૂબ જ સરળતાથી કરી શકતા હતા. ભાવનગર પોલીસે આ સંગઠિત ગુનાહિત નેટવર્ક સામે લાલઆંખ કરી તમામ ૬૧ આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ મોકલી આપી છે. સાથે જ પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી છે કે જો કયાંય પણ આવી ગેરકાયદેસર ખનન ્પ્રવળત્તિ કે આવા શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપો ચાલતા હોવાનું ધ્યાને આવે તો તુરંત પોલીસને જાણ કરવી, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખી કડક કાર્યવાહી કરવામાં આવશે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
