<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

“પહેલા મતદાન પછી અન્ય કામ”: જામનગર જીલ્લાના સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ, 80 વર્ષના મુક્તાબેને કરી મતદાનની અપીલ

સિક્કા માધ્યમિક શાળા બૂથ પર સવારથી યુવાનો-વૃદ્ધોની લાઈન, વોર્ડ 1 થી 7ની 28 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાને; 19,409 મતદારો નક્કી કરશે ભાવિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ :  જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકા વિસ્તારમાં રવિવારે વહેલી સવારથી જ લોકશાહીના પર્વનો ઉત્સાહ જોવા મળ્યો છે. સિક્કા માધ્યમિક શાળા ખાતેના મતદાન મથક પર સવારથી જ યુવાઓથી લઈને વૃદ્ધો મતદાન કરવા પહોંચી રહ્યા છે.

 

સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નં. 1 થી 7 માં કુલ 28 બેઠકો માટે 80 ઉમેદવારો મેદાનમાં છે. આ વિસ્તારમાં કુલ 19,409 મતદારો નોંધાયેલા છે. મતદાન મથકો પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.

 

મતદાન કરવા આવેલા 80 વર્ષના મુક્તાબેને જણાવ્યું કે, “હું વહેલી સવારે જ મતદાન કરવા આવી છું. ‘પહેલા મતદાન પછી અન્ય કામ’ એ સૂત્રને અનુસરીને તમામ લોકો, ખાસ કરીને મારી ઉંમરના વડીલોએ અચૂક મત આપવા જવું જોઈએ.”

 

મુક્તાબેનના આ જુસ્સાને જોઈને બૂથ પર ઉપસ્થિત યુવા મતદારોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. સિક્કામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. તંત્ર દ્વારા વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

(10:08 AM IST)