<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

સાવરકુંડલા કાણકિયા કોલેજમાં રોજગાર કચેરી દ્વારા ‘ઓવરસીઝ એમ્‍પ્‍લોયમેન્‍ટ એન્‍ડ કેરીયર ગાઈડન્‍સ સેમિનાર'

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૧: શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્‍ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ ખાતે તા. ૧૬ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ને  બુધવારના રોજ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે  વિદેશમાં રોજગાર અને કારકિર્દી બનાવવા અંગે માર્ગદર્શન આપતો એક રસ્‌રદ સેમિનાર યોજવામાં આવ્‍યો હતો.

અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા રાજકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ઓવરસીઝ ડિપાર્ટમેન્‍ટના સંયુક્‍ત ઉપક્રમે યોજવામાં આવેલ આ સેમિનારમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવા માટે હમીરભાઈ ચૌહાણ, રોજગાર કચેરી રાજકોટ) એ વિદેશોમાં ચાલતા વિવિધ અભ્‍યાસક્રમો, નોકરીની તકો, પાસપોર્ટ, વિઝા, એજ્‍યુકેશન લોન અને તેને લગતી તમામ બાબતોની ચર્ચા કરી. ખાસ કરીને વિદેશમાં રોજગાર અપાવવા માટે ઘણી લેભાગુ સંસ્‍થાઓના ફ્રોડથી કેમ બચવું તેની જાણકારી પણ આપી.

સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્‍સિપાલ ડો.એસ.સી.રવિયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્‍યો હતો. સંકલન અને સંચાલન કોમર્સ વિભાગના અધ્‍યાપક ડો.એચ.આર.દેસરાણી દ્વારા કરવામાં આવ્‍યું હતું. પ્રો.હૈદરખાન પઠાણ, પ્રો. સ્‍વાતિબેન ટાંક, પ્રો. કુલદીપ કાનાણી વગેરે અધ્‍યાપકશ્રીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

(1:25 PM IST)