<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

પૂ. મોરારીબાપુની ભારત સ્‍વસ્‍તિક રામકથા યાત્રાનો દ્વારકાથી પ્રારંભઃ પૂ. શંકરાચાર્યજી મહારાજની ઉપસ્‍થિતી

આપણા કાર્યો માત્ર વ્‍યકિતગત હિત પુરતા સીમીત ન રહેતા સૌના કલ્‍યાણ માટે હોવા જોઇએઃ દ્વારકાના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ :જયાં સુધી શરીરમાં શકિત છે અને પીઠોના આર્શિવાદ છે ત્‍યાં સુધી આપણે ફરતા રહીને સેવા કરતા રહેવા જોઇએઃ પૂ. મોરારીબાપુ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૬: પૂજ્‍ય મોરારીબાપુના નેતળત્‍વમાં નીકળેલી ભારત સ્‍વસ્‍તિક યાત્રાના બીજા ચરણનો આજે દ્વારકાથી પ્રારંભ થયો હતો. દ્વારકાથી જગન્નાથપુરી સુધીની આ યાત્રાને દ્વારકા રેલવે સ્‍ટેશન ખાતેથી વિધિવત્‌ ધ્‍વજ પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રામચરિત માનસના કથાકાર પૂજ્‍ય મોરારીબાપુ, દ્વારકાના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ સહિત સંતો, મહાનુભાવો, આયોજક સમિતિના સભ્‍યો અને મીડિયાકર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

ભારતની આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક વિરાસતને એક તાંતણે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ યાત્રાના બીજા ચરણનું આયોજન ૧૪થી ૨૨ નવેમ્‍બર દરમિયાન કરવામાં આવ્‍યું છે. આ પહેલાં ૧૦થી ૨૩ ઓક્‍ટોબર દરમિયાન યાત્રાનો પ્રથમ ચરણ કન્‍યાકુમારીથી કેદારનાથ સુધી યોજાયો હતો, જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્‍યો હતો. દ્વારકા રેલવે સ્‍ટેશન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂજ્‍ય મોરારીબાપુએ યાત્રા અંગે પોતાના વિચારો વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, ‘લોકો ઘણીવાર મને પૂછે છે કે આટલું બધું ફરવાથી તમને થાક નથી લાગતો? ત્‍યારે મારો જવાબ હોય છે કે પંખો બીજાને હવા આપવા માગતો હોય તો તેણે ફરતા રહેવું પડે. એ જ રીતે જ્‍યાં સુધી શરીરમાં શક્‍તિ છે અને પીઠોના આશીર્વાદ છે ત્‍યાં સુધી આપણે ફરતા રહીને સેવા કરતા રહેવું જોઈએ. અમે આ પવિત્ર પીઠના આશીર્વાદ લેવા દ્વારકા આવ્‍યા છીએ. અગાઉ જ્‍યારે હું દ્વારકા આવ્‍યો હતો ત્‍યારે બરવાળા આરોગ્‍યધામની મુલાકાત લેવાની તક મળી હતી. ત્‍યાં માનવસેવાનું જે સુંદર કાર્ય થઈ રહ્યું છે તે જોઈને પ્રેરણા મળી હતી. આ સેવા કાર્યમાં યોગદાન આપવાના ભાવથી નવ દિવસની રામકથા કરવાનું વિચાર્યું હતું. હવે જણાવતાં આનંદ થાય છે કે ભગવાન દ્વારકાધીશ અને શંકરાચાર્ય પીઠના આશીર્વાદ સાથે ૧૬થી ૨૪ ઓક્‍ટોબર, ૨૦૨૭ દરમિયાન દ્વારકામાં રામકથાનું આયોજન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે પ્રથમ વખત દ્વારકાના પૂજ્‍ય પૂજારીજી આ કથાના યજમાન બનશે.

 ભારત સ્‍વસ્‍તિક યાત્રાનો વિચાર મારો નથી, પરંતુ આ એક દૈવી વિચાર અને શિવસંકલ્‍પ છે. ભગવાન મહાદેવ અને પૂજ્‍ય શંકરાચાર્યોના આશીર્વાદ સાથે આ યાત્રા આગળ વધી રહી છે. આપણા આધ્‍યાત્‍મિક આગેવાનોના આશીર્વાદ પ્રાપ્ત થવા એ મારા માટે સૌભાગ્‍યની વાત છે.

જગત મંદિર, દ્વારકાનો ધ્‍વજ પણ અમારી સાથે જગન્નાથપુરી સુધી જશે. જગત મંદિરથી જગન્નાથ સુધીની આ યાત્રા ભારતની આધ્‍યાત્‍મિક એકતા અને અવિરત પરંપરાનું પ્રતીક છે. ભગવાન સૌનું કલ્‍યાણ કરે અને આ કાર્યમાં સૌને પ્રેરણા આપે તેવી પ્રાર્થના છે.

દ્વારકાના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજની ઉપસ્‍થિતિએ આ પ્રસંગને વિશેષ આધ્‍યાત્‍મિક મહત્ત્વ આપ્‍યું હતું. યાત્રાના પ્રસ્‍થાન પ્રસંગે બે મહત્ત્વપૂર્ણ આધ્‍યાત્‍મિક પરંપરાઓનું એકસાથે મિલન જોવા મળ્‍યું હતું. આ પ્રસંગે દ્વારકાના શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજી મહારાજે જણાવ્‍યું હતું કે, ‘પવિત્ર દ્વારકાની ભૂમિથી શરૂ થઈ રહેલી ભારત સ્‍વસ્‍તિક યાત્રાનો બીજો તબક્કો ત્રિલોકય સુંદર જગત મંદિર તરફ આગળ વધશે અને અખંડ બ્રહ્માંડનાયક પ્રભુ જગન્નાથને સમર્પિત રહેશે.

આ મહાન પુણ્‍યનું ફળ છે અને ઈશ્વરની કળપાથી પ્રાપ્ત થયેલી એક વિશેષ તક છે. ઈશ્વરે આપણને મનુષ્‍યજીવન આપ્‍યું છે, જે અન્‍ય કોઈપણ જીવસળષ્ટિના જીવન કરતાં વધુ મૂલ્‍યવાન છે.

આ જીવન માત્ર જીવતા રહેવા માટે નથી, પરંતુ જીવનના હેતુને સમજવા અને પોતાની જવાબદારીઓ નિભાવવા માટે મળ્‍યું છે. આપણે વિચારવું જોઈએ કે જીવનમાં આપણું કર્તવ્‍ય શું છે અને ત્‍યારબાદ તે દિશામાં કાર્ય કરવું જોઈએ. આપણાં કાર્યો માત્ર વ્‍યક્‍તિગત હિત પૂરતાં સીમિત ન રહેતાં સૌના કલ્‍યાણ માટે હોવાં જોઈએ.

સંતકળપા સનાતન સંસ્‍થાન દ્વારા આયોજિત ભારત સ્‍વસ્‍તિક યાત્રામાં સંતો, આચાર્યો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, સમાજના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને વિવિધ સમુદાયોના પ્રતિનિધિઓ જોડાયા છે. આ યાત્રા ભારતની આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક વિવિધતાને એક મંચ પર લાવવાનો સામૂહિક પ્રયાસ છે. યાત્રાની પરિકલ્‍પના અંગે મિરાજ ગ્રૂપના ચેરમેન અને સંતકળપા સનાતન સંસ્‍થાનના મેનેજિંગ ટ્રસ્‍ટી મદન પાલીવાલે જણાવ્‍યું હતું કે, ભારત સ્‍વસ્‍તિક યાત્રાનો ઉદ્દેશ દેશના વિવિધ પ્રદેશો અને અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત લોકોને આપણી સહિયારી આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક વિરાસતના માધ્‍યમથી એકસાથે લાવવાનો છે.

(11:36 AM IST)