<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th November 2026

પંચમિઆ એકતા મંડળ દ્વારા જૂનાગઢમાં સોમવારથી ત્રિદિવસીય મહાસંમેલન

તા.૧૬થી ૧૮ નવેમ્‍બર દરમિયાન ધાર્મિક, સાંસ્‍કળતિક અને પરિવાર મિલનના વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટઃ પંચમિઆ એકતા મંડળ દ્વારા આગામી તા. ૧૬થી ૧૮ નવેમ્‍બર, દરમિયાન જૂનાગઢના પવિત્ર ગોધાવાવ ખાતે ત્રિદિવસીય ભવ્‍ય પરિવાર તોહમિલન અને વિવિધલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ અનોખા મહોત્‍સવમાં દેશ-વિદેશમાંથી પંચમિઆ પરિવારના સેંકડો સભ્‍યો ઉત્‍સાહભેર ઉપસ્‍થિત રહેશે.

શ્રી વેરાઈમાતાજીના પાવન સાનિધ્‍યમાં યોજાનારા આ મહોત્‍સવમાં હોમ-હવન, પ્રાર્થના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોને વિશેષ પ્રાધાન્‍ય આપવામાં આવ્‍યું છે. આ ઉપરાંત પ્રાચીન બેઠા ગરબા, રાસ-ગરબા, હાસ્‍ય દરબાર સહિતના વિવિધ સાંસ્‍કળતિક અને મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે. કાર્યક્રમને આખરી ઓપ આપવા મંડળના દિનેશભાઈ, શિરીષભાઈ, અજયભાઈ, મીનેશભાઈ અને કેતનભાઈ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ મહોત્‍સવના પ્રેરક દાતાઓમાં સરસઈ નિવાસી માતુશ્રી સ્‍વ. ભારતીબેન રસિકભાઈ કાનજીભાઈ પંચમિઆ તથા બગડુ નિવાસી સ્‍વ. માતુશ્રી પ્રેમકુંવરબેન મોહનલાલ રતનશી પંચમિઆનો સમાવેશ થાય છે. આ પાવન પ્રસંગે સમગ્ર પંચમિઆ પરિવારને ઉપસ્‍થિત રહેવા મંડળના જયેશભાઈ, બિમલભાઈ, સંજુભાઈ, પરાગભાઈ સહિતના સભ્‍યોએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્‍યું છે.

પંચમિઆ એકતા મંડળ દ્વારા દર બે વર્ષે જૂનાગઢ ખાતે આ પ્રકારના પરિવાર સંમેલનનું આયોજન કરવામાં આવે છે. પંચમિઆ પરિવારો ઉપરાંત શ્રી વેરાઈમાતાજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા વણિક સમાજ સહિત અનેક જ્ઞાતિના પરિવારો પણ આ સામૂહિક પ્રવળત્તિમાં ઉત્‍સાહપૂર્વક જોડાય છે.

મંડળના ભૂતપૂર્વ પ્રમુખ સ્‍વ. રસિકભાઈ કાનજીભાઈ પંચમિઆના નેતળત્‍વ હેઠળ મંડળની સામાજિક પ્રવળત્તિઓને નવી દિશા અને ઊંચાઈ પ્રાપ્ત થઈ હતી. મંડળના માર્ગદર્શન હેઠળ શ્રીમતી ભાનુબેન નાથાલાલ પંચમિઆ શૈક્ષણિક અને તબીબી રાહત ટ્રસ્‍ટની પ્રવળત્તિઓ પણ સફળતાપૂર્વક કાર્યરત છે.

સમગ્ર પંચમિઆ પરિવારનાં કુળદેવી શ્રી વેરાઈમાતાજી જૂનાગઢના ગોધાવાવ ખાતે બિરાજમાન છે. પરિવારના વડીલોના જણાવ્‍યા અનુસાર માતાજી પ્રત્‍યેની શ્રદ્ધા અને ભક્‍તિની પરંપરા અનેક સદીઓ જૂની છે. લોકમાન્‍યતા અનુસાર પાંચ હજાર વર્ષ પૂર્વેથી માતાજીની આરાધના થતી આવી છે. સમગ્ર ભારતમાં માતાજીનાં અનેક નાનાં-મોટાં મંદિરો આવેલાં છે.

એક લોકવાયકા અનુસાર સૈકાઓ પહેલાં એક ગામમાં લૂંટારાઓએ ધાડ પાડતાં માતાજીની સુવર્ણ મૂર્તિને સુરક્ષિત રાખવા ગામની એક કન્‍યાએ તે મૂર્તિ કૂવામાં પધરાવી હતી. ત્‍યારથી માતાજી કૂવાની ગોખમાં બિરાજમાન થયાં હોવાની લોકમાન્‍યતા છે.

માતાજીના શ્રદ્ધેય ભુવા સ્‍વ. ભુપતભાઈ તથા વર્તમાન ભુવા શ્રી ઙ્કવીણભાઈ સોલાપુરની પ્રેરણા અને પરિવારજનોની અખૂટ શ્રદ્ધાથી માતાજીના સ્‍થાનકનો વિકાસ થતો રહ્યો છે. સમયાંતરે જૂના સ્‍થાનકનું નવનિર્માણ કરી ગરવા ગિરનારના માર્ગ પર ગોધાવાવ ખાતે ભવ્‍ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આજે આ પાવનધામ ભક્‍તો માટે આસ્‍થાનું અનેરું કેન્‍દ્ર બની રહ્યું છે.

વર્તમાન સમયમાં પરિવારજનો વચ્‍ચે પરસ્‍પર તોહ, સહકાર, સંગઠન અને એકતાની ભાવના જાળવી રાખવી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કુટુંબના સભ્‍યોના હિતાર્થે શૈક્ષણિક, તબીબી, સામાજિક અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ સતત કાર્યરત રાખીને નવી પેઢીમાં સંસ્‍કાર અને એકતાનો સંચાર કરવાનું કાર્ય પંચમિઆ એકતા મંડળ કરી રહ્યું છે.આ પાવન અવસરે સમગ્ર પંચમિઆ પરિવાર તથા શ્રી વેરાઈમાતાજીમાં શ્રદ્ધા ધરાવતા સૌ ભાવિકોને ઉપસ્‍થિત રહી ઉત્‍સવની શોભા વધારવા પંચમિઆ એકતા મંડળના હોદ્દેદારો અને સર્વે કમિટી સભ્‍યો દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(11:31 AM IST)