<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ઉના-દીવ રોડ પર ખારા ડેલા વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી

સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા ન પહોંચતા સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના-દીવ રોડ પર આવેલા ખારા ડેલા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળતા મુખ્ય માર્ગ એવા ઉના-દીવ રોડ પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. 

  પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવ્યા બાદ કોઈ ઉંદર દીવાની સળગતી વાટ ખેંચીને લઈ જતાં આ આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ઉના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા ન પહોંચતા સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

(10:57 PM IST)