<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

જામનગરમાં જર્જરિત મકાનની બાલ્કની ધરાશાયી : 32 વર્ષીય મહિલા વૈદેહીબા રવિરાજસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મૃત્યુ

ગુરુદ્વારા ચોકડી નજીક અચાનક બાલ્કનીનો ભાગ તૂટી પડતાં અફરાતફરી મચી, ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. 7: જામનગરમાં જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થવાની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના ગુરુદ્વારા ચોકડી નજીક આવેલા એક જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ અચાનક ધરાશાયી થતાં બાલ્કનીમાં ઉભેલી એક મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જર્જરિત મકાનનો ભાગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત થતી અપડેટ વિગતો મુજબ, ઇજાગ્રસ્ત મહિલા વૈદેહીબા રવિરાજસિંહ જાડેજા, ઉંમર આશરે 32, નું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:16 PM IST)