તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 13th November 2026
અંગ્રેજી તારીખ ના ટાઈમ ટેબલમા અટવાયેલા યુવાનો સહિતના લોકોને ખ્યાલ નથી કે હિન્દૂ કેલેન્ડરના ક્યાં વર્ષની શરૂઆત થઇ !!
દીપમાળા ની રોશની વચ્ચે ગૌરવંતા વર્ષ ‘૨૦૮૨'ને વિદાય આપી, વિક્રમ સંવત ‘૨૦૮૩' ના નવા વર્ષ ના શાનદાર આગમનની ઉજવણી તો કરી લીધી પણ : નૂતન વર્ષાભિનંદન - ૨૦૮૩' ના બદલે હેપ્પી ન્યુ યર - ૨૦૨૬ ની સોશ્યલ મીડિયા મા પોસ્ટ વાયરલ થતાં વડીલો એ અનુભવ્યો આશ્ચર્યધાત!: અંગ્રેજી કેલેન્ડર કરતા હિન્દૂ પંચાગ ૫૭ વર્ષ આગળ હિન્દુ સંસ્કૃતિમાં તારીખ નું નહીં પણ તિથિ નું મહત્વઃ ઉત્તમચંદ્ર શાસ્ત્રીજી

(સંજય દેવાણી દ્વારા)કેશોદ,તા.૧૩: દીવડાઓની હાર માળા ની રોશની અને શુભેચ્છાઓ ની આપ-લે વચ્ચે હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબ વિક્રમ સંવત ' ૨૦૮૨' ના ગૌરવવંતા વર્ષ ને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી, એજ હર્ષોલ્લાસ સાથે સમગ્ર દેશ ના લોકોએ '૨૦૮૩' ના નવા વર્ષના આગમન ના વધામણા કર્યા. પણ નવાઈ ની વાત એ છે કે, અંગ્રેજી કેલેન્ડરની તારીખો ની ગણતરી ના ટાઈમ ટેબલ માં અટવાયેલા આજની નવી પેઢીના યુવાનો સહિત ના લગભગ કેટલાય લોકો ને ખ્યાલ નથી કે હિન્દૂ કેલેન્ડર ના ક્યાં વર્ષ ની શરૂઆત થઇ !!
હિન્દુ સંસ્કૃતિ ના મહત્વના મનાતા હિન્દુ પંચાંગના છેલ્લા મહિના ના અંતિમ દિવસ ની તિથિ દિવાળી (આસો વદ અમાસ) અને નવા વર્ષ ના પહેલા માસ નો પ્રથમ દિવસ- નૂતન વર્ષ (કારત સુદ એકમ) ની ઉજવણી દરમિયાન ખાસ કરીને નવી પેઢીના કેટલાય યુવાનો સહિત ના લોકો એ 'નુતન વર્ષાભિનંદન - ૨૦૮૩' ના બદલે 'હેપ્પી ન્યુ યર - ૨૦૨૬' ની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી શુભેચ્છાઓ પાઠવતા વડીલો એ આヘર્ય સાથે આઘાત અનુભવેલ હતો !
દરમિયાન અત્રે ના જાણીતા ભાગવત કથાકાર શ્રી ઉત્તમચન્દ્ર શાષીજી એ આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે, એક સમાન વ્યવસ્થાના ભાગરૂપે અંગ્રેજી કેલેન્ડરને લગભગ વિશ્વ સ્તરે સ્વીકારવામાં આવેલ છે અને તારીખ મુજબ જ વ્યવહારો કરવામાં આવે છે. જેનો લેસ માત્ર પણ વિરોધ નથી. પરંતુ એક હિન્દુ તરીકે આપણી સંસ્કૃતિના મૂળને પણ ભૂલવું જોઈએ નહીં તેનો ખ્યાલ રાખવો પણ અત્યંત જરૂરી છે. હિદુ પંચાંગ અંગ્રેજી કેલેન્ડર ની સરખામણી માં ૫૭ વર્ષ આગળ છે. તત્કાલીન સમય માં અખંડ ભારતના મહાન સમ્રાટ વિક્રમાદિત્ય ના યુગથી શરૂ થયેલ આપણું ગૌરવશાળી હિદુ પંચાંગ છે.
તેઓ એ આ અંગેની વાતચીત દરમિયાન વધુમાં જણાવેલ હતું કે, હિન્દુ સંસ્કૃતિ મા ખરેખર 'તારીખ' નું નહીં પણ 'તિથિ' નું મહત્વ છે ! હિન્દુ પંચાંગ સૂર્ય, ચંદ્ર,અને નક્ષત્રો ની ગતિ પર આધારીત એક સચોટ ખગોળ શાષ છે. ત્યારે આજની યુવા પેઢી ને યાદ અપાવવું જરૂરી છે કે,અંગ્રેજી કેલેન્ડર નું વર્ષ ઈસવીસન તરીકે તથા દિવસ તારીખ તરીકે ઓળખાય છે જ્યારે હિન્દુ પંચાંગ નું વર્ષ 'વિક્રમ સંવત' તરીકે તથા દિવસ 'તિથિ' તરીકે ઓળખાય છે. અને આખા વર્ષ ના બાર માસ દરમિયાન આવતા વાર- તહેવારોની તિથિ મુજબજ પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. જન્મ થી મૃત્યુ દરમિયાન આવતા તમામ પ્રસંગો નું પણ નક્ષત્ર ના આધારે માત્ર અને માત્ર તિથિ મુજબ જ મુહૂર્ત જોવામાં આવે છે.
ઘર, દુકાન, ઓફિસમાં રહેલ કેલેન્ડર માં માત્ર તારીખ ફરજિયાત કેન્દ્રિત કરવામાં આવે છે. પરિણામે વર્ષ ૨૦૨૬ અને વિક્રમ સંવત ૨૦૮૩ ના તફાવત અંગે નો ખ્યાલ નહીં રહેતા ક્યારેક આ અંગે લોકો હાસ્યસ્પદ અને ગંભીર ભૂલો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે વાર-તહેવાર, તિથિ, પંચાંગ સહિત આપણને વારસામાં મળેલ અમૂલ્ય હિન્દુ સંસ્કૃતિ ની પ્રાચીન પરંપરા, આગવી ઓળખ, ભવ્ય વિરાસત, ગૌરવ અને ગરીમા જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરાય તેવી વિક્રમ સંવત ૨૦૮૩ ના નવા વર્ષે ના પ્રારંભે શ્રી ઉત્તમચંદ્ર શાસ્ત્રીજી એ આશા વ્યક્ત કરેલ છે
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
