<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પોરબંદર કાંઠે રેતીના ભરાવાનો કાયમી પ્રશ્‍ન

રેતીના અતિશય ભરાવાને લીધે કાંઠાની બહાર બોટ જઈ શકતી નથી કે દરિયામાંથી બોટ કાંઠે આવી શકતી નથીઃ અગાઉ ઉપરવાસની નદીના પાણીના ફોર્સથી ચોમાસામાં અસ્‍માવતી ઘાટમાં છોડાતા ભરાયેલી રેતીનો કુદરતી નિકાલ થઈ જતો હતોઃ આજે ઉપરવાસની નદીના રૂટમાં અનેક ચેકડેમો બની ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૬: આસ્‍માવતી ઘાટ કાંઠે રેતીના ભરાવાનો કાયમી પ્રશ્‍નથી માછીમારો હેરાન છે. રેતીના ભરાવાને લીધે કાંઠાની બોટ બહાર દરીયામાં જ્‍યાં નીકળી શકતી જથી. કાંઠે રેતીનો નિકાલ કરવા કાયમી ડ્રેજીંગ કામગીરી કરવા માછીમાર આગેવાન બાવનભાઈ કારાભાઈ બાદશાહીએ માંગણી કરી છે.

ચોમાસા દરમિયાન એ અસ્‍માવતી ઘાટ પાસે આવેલ જે રેતીનો ભરાવો થઈ જાય છે.

એના કારણે નાના માછીમારોના પીલાણા પણ જઈ શકતા નથી અને પાણી ઓટ હોય ત્‍યારે બરોબર રાહ જોવી પડે છે અને ભરવું હોય ત્‍યારે અંદર આવે છે જ્‍યારે ફિશિંગમાં નીકળવા માટે પાણી ઓટો હોય ત્‍યારે સમય પણ બગડી જાય છે અને પ્રમાણમાં નુકસાની બોટ માલિકો નાના પીલાણો ના માલિકો ભોગવી રહ્યા છે ૧૫ ઓગસ્‍ટ ૨૦૨૬ માં જો ફરીથી સિઝન શરૂ થશે ત્‍યારે ત્‍યાંથી એક બોટ પણ નીકળી નહીં શકે અને માછીમારો મુસીબતમાં આવી જશે એનો વિચાર કરવો જરૂરી છે

 અમુક વર્ષ પહેલા ૨૪ કલાક ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે ડ્રેજીંગ ચાલતું હતું ને ડ્રેજીંગ નો મલબો રેતી કાદવ જેટાની પાછળ પાઇપલાઇન દ્વારા જે રેતી ભરાતી એને નાખી દેવામાં આવતી હતી તો શા માટે બંધ કરી દેવામાં આવેલ છે

 આ બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અનેક ફેરી અનેક રજૂઆતો થઈ છે. વર્ષો પહેલા ચોમાસાની વરસાદની સિઝનમાં ઉપરથી જે પાણી છોડવામાં આવતા એના કારણે અસ્‍માવતી ઘાટ પાસે જે રેતી ભરાતી એ વરસાદી પાણીના ફોર્સના કારણે રેતી કુદરતી રીતે ઊંડા દરિયામાં ચાલી જાતી હતી છેલ્લા ટાઈમમાં ચેક ડેમો બનવાથી જે ઉપરથી પાણીનો ફોર્સ આવતો હતો વરસાદી પાણીનો એ રોકાઈ ગયો છે એના કારણે છેલ્લા સમયથી આ પ્રશ્ન ગંભીર બહેનો છે એ આ બાબતે લાગુ પડતા ડિપાર્ટમેન્‍ટને પણ ખ્‍યાલ છે

આ બાબતે ફીસરીઝ ડિપાર્ટમેન્‍ટ ને ખ્‍યાલ છે અને અનેક રજૂઆતના કરવામાં આવે છે પોરબંદર એ માછીમારો ના ઉદ્યોગના કારણે ૭૦% આર્થિક સમળદ્ધિ છે અને દેશને પણ કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયા માન કમાઈને આપે છે અને લાખો લોકોની માછીમારો નો ધંધો રોજગારી આપે છે છેલ્લા ટાઈમમાં પણ ડ્રેજીંગ થયું હતું પરંતુ માત્ર પેપર પર બહુ મોટી રકમ બતાવવામાં આવી હતી  તેમ માછીમાર આગેવાન બાવનભાઈ કાનાભાઈ બાદશાહીએ જણાવીને મત્‍સ્‍યોદ્યોગ રજુઆત કરે છે

(1:20 PM IST)