<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ઉંચી માંડલ નજીક ગૌમાતા સાથે વિકૃત હરકતો, કડક કાર્યવાહીની માંગ.

શખ્સની હરક્તનો વિડીયો જાહેર કરી હિન્દુ આગેવાનોએ ત્વરિત કાર્યવાહીની માંગ ઉઠાવી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઉંચી માંડલ ગામ નજીક અવાવરૂ જગ્યાએ એક શખ્સે ગૌમાતા સાથે વિકૃત હરકતો કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે હિન્દુ આગેવાનોએ ત્વરિત કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આ મામલે આગેવાન કે.બી.બોરીચાના જણાવ્યા અનુસાર ઉંચી માંડલ પાસે બાપા સીતારામ હોટેલ નજીક એક શખ્સે જાહેર ન ક૨ી શકાય તેવું કૃત્ય આચર્યું છે. ઘટનાનો વીડિયો પુરાવો પણ છે. આ ઘટનાથી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાણી છે. આ ઘટનાને હિન્દુ સંગઠનો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. વીડિયોમાં જે શખ્સ દેખાય રહ્યો છે. તેની સામે ત્વરિત કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી માંગ છે.

(11:58 PM IST)