તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Tuesday, 13th October 2026
PGVCL મોરબી દ્વારા એપ્રેન્ટિસ લાઈનમેનની ભરતી, 10 પાસ અને ITI ઉમેદવારો માટે રોજગારીની તક.
અનુબંધમ પોર્ટલ પર 25 ઓક્ટોબર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે: 18 થી 25 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાનો માટે સુવર્ણ અવસર.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) વર્તુળ કચેરી મોરબી દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી એપ્રેન્ટિસ લાઈનમેનની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત 10 પાસ તેમજ ITI (ઇલેક્ટ્રિકલ/વાઈરમેન) ઉત્તીર્ણ કરેલા યુવા ઉમેદવારો માટે એક ઉત્તમ તક ઊભી કરવામાં આવી છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના 'અનુબંધમ પોર્ટલ' પર જોબ આઈડી નંબર 543901219 થી આ ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અન્વયે ઉમેદવારોની વયમર્યાદા 18 થી 25 વર્ષ નિર્ધારિત ક૨વામાં આવી છે, જેમાં નિયમોનુસાર 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ રોજગારીની આ તકનો લાભ લેવા માટે આગામી તારીખ 25-10-2026 સુધીમાં અનુબંધમ પોર્ટલ (anubandham.gujarat.gov.in) પર પોતાની ઓનલઈને અરજી કરી દેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
