<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

જૂનાગઢના ભેસાણમાં પોલીસ કોન્સ્ટેબલે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઈ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે અચાનક અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ગંભીર હાલતમાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ અત્યંત દુઃખદ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ અને રહસ્યમય છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગઈ હતી, તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.

(12:38 AM IST)