<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પોરબંદર મનપા દ્વારા સ્‍ટ્રીટ લાઇટ રીપેરીંગ સફાઇ અને પાઇપ લાઇન રીપેરીંગની ઝડપી કામગીરી

જાહેર સુવિધાની કોઇ પણ ફરીયાદો નોંધાવવા માટે મહાનગર પાલીકા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ર૩૩૦ર૮૬

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦ : મહાનગર પાલીકા ઈલેક્‍ટ્રિક વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ લાઇટ રીપેરીંગ સેનિટેશન વિભાગ દ્વારા જુદા-જુદા વોર્ડના વિસ્‍તારોમાં સફાઈ તેમજ  વોટર વર્ક્‍સ વિભાગ દ્વારા પાઈપલાઈન રીપેરીંગ સહિતની વિવિધ કામગીરી  ત્‍વરીત કરાવવામાં આવી રહી છે.  ગાર્ડન વિભાગ દ્વારા શહેરના બાગ-બગીચાઓની સફાઈ કરવામાં આવેલ તેમજ વળક્ષોની ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવી રહેલ છે.

મહાનગરપાલીકા કમિશનર તથા નાયબ મ્‍યુનિસિપલ કમિશનર (પ્રોજેક્‍ટ) ની સુચના અનુસાર ઈલેકટ્રીક વિભાગ દ્વારા જુદા-જુદા વોર્ડના વિસ્‍તારો જેવા કે છાયા, વનાણા, ઇન્‍દ્રપ્રસ્‍થ નગરી, નરસંગ ટેકરી, ઇન્‍દિરાનગર, કમલાબાગ, છાયા રણ વિસ્‍તાર, કડિયા પ્‍લોટ, મીલપરા, ખારવાવાડ, રાવલીયા પ્‍લોટ, વાડી પ્‍લોટ, ભોજેશ્વર પ્‍લોટ તથા ખાપટ સહિતના જુદા જુદા વિસ્‍તારોમાં કુલ ૨૧૭ સ્‍ટ્રીટ લાઈટોનું રીપેરીંગ કરેલ છે.

મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા વોર્ડમાં સફાઈની કામગીરી કરવામાં આવેલ તથા એમ.જી. રોડ, એસ.વી.પી. રોડ, યુગાન્‍ડા રોડથી વાડિયા રોડ, વિલા સર્કિટ થી એસ.ટી. રોડ સુધી, જયુબેલી પુલથી એસ. ટી. બસ સ્‍ટેશન સુધી સફાઈ, તથા વધુમાં ખાસ સફાઈમાં આવાસ યોજના ખાતે ટીમો દ્વારા સફાઈ કરવામાં આવેલ તથા વોર્ડ વાઇસ રેસિડેન્‍સ એરીયાની સફાઈ તથા કોમર્શિયલ વિસ્‍તારની સફાઈની કામગીરી કરવામાં આવેલ છે.

વોટર વર્કસ વિભાગ દ્વારા  જુદા-જુદા વોર્ડમાં સુપરવિઝન કરવામાં આવેલ. જેમાં ઝુરીબાગ શેરી નં. ૧૦ માં વાલ્‍વ મુકવાનું કામ, ખાપટ શીતલ પાર્ક અને સિગ્‍મા સ્‍કૂલની બાજુમાં વાલ્‍વ રીપેરીંગ, ઝુરીબાગ-રાજમહેલવાળી લાઈન, ખાપટ-સુરુચિ સ્‍કૂલની બાજુમાં, બોખીરા-ઓમનગરમાં, આવાસમાં, બોખીરા તથા ખારવાવાડ હોળી ચકલા પાસે સહિતના વિસ્‍તારોમાં પાઈપલાઈન સમારકામની કામગીરી કરવામાં આવેલ.

ગાર્ડન વિભાગ દ્વારા ચોપાટી લોન ગાર્ડન, રાણીબાગ, રૂપાળી બાગ, મહારાણા નટવરસિંહજી બાગ-ખીજડી પ્‍લોટ, કમલા નહેરુ બાગ અને પક્ષી અભયારણ્‍ય વોક-વે ગાર્ડન સહિત વિવિધ બાગ-બગીચાની સાફસફાઈ કરવામાં આવેલ તથા મહારાણા નટવરસિંહજી બાગ ફાઉન્‍ટેઈન લાઈન રીપેરીંગ તેમજ રામટેકરી રોડ સહિત વિવિધ વિસ્‍તારોમાં રોડ પર વળક્ષોની નડતરરૂપ અને જોખમી ડાળીઓનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે.  જાહેર સુવિધાઓ અંગેની કોઈપણ ફરીયાદ નોંધાવવા માટે નાગરિકો પોરબંદર મહાનગરપાલિકા  દ્વારા  કાર્યરત  ટોલ  ફ્રી  નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૨૮૬  પર સંપર્ક કરી શકે છે તેમ મનપાની યાદીમાં જણાવાયું છે. 

(11:54 AM IST)