<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

પોરબંદર તાલુકા કોળી સમાજનું સ્‍નેહમિલન અને રંગોળી સ્‍પર્ધા

(પરેશ પારેખ દ્વારા)પોરબંદરઃ  તા.૪, તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ તથા છાંયા પ્‍લોટ કોળી સમાજ ના સંયુક્‍ત ઉપક્રમે તા.૧૫  રવિવાર ના રોજ સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન તાલુકા સમસ્‍ત કોળી સમાજ નું સ્‍નેહ મિલન નું આયોજન કરવામાં આવેલ છે

ઘ ેડીયા કોળી સમાજ ચેરિટેબલ ટ્રષ્ટ ના પ્રમુખ શ્રી દેવાયત ભાઇ ઠેબા ભાઇ વાઢિયા તથા ઉપ પ્રમુખ લાખા ભાઇ મોકરીયા,  ની ઉપસ્‍થિતિ માં પોરબંદર ના છાંયા પ્‍લોટ ખાતે સ્‍વામિનારાયણ ગુરુકુળ સામે આવેલ પોરબંદર છાંયા પ્‍લોટ ઘેડીયા કોળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા સંચાલિત   છાંયા પ્‍લોટ ના શ્રી ન્‍યૂ ઘેડીયા કોળી સમાજ વંડી ખાતેદીપોત્‍સવી અને નૂતન વર્ષ ની શુભેચ્‍છા ઓ ની આપલે  માટે તોહ મિલન નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

 ઘેડીયા કોળી સમાજ યુવા ગ્રુપ દ્વારા  પ્રમુખ  અરજન ભાઇ આંત્રોલીયા ના માર્ગદર્શન હેઠળ સમસ્‍ત કોળી સમાજના ભાઇ બહેનો દ્વારા રંગોળી સ્‍પર્ધા નું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે જેમાં પ્રથમ,દ્વિતીય અને તળતીય નંબરે વિજેતાથનારને રોકડ પુરસ્‍કાર અપાશે.

(12:00 PM IST)