તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th November 2026
અમરેલી યાર્ડમાં તારવવાની પ્રથા નાબૂદઃ ખેડૂતોના હિતમાં નિર્ણયો

અમરેલી, તા.૫: અમરેલી માર્કેટયાર્ડમાં ચેરમેન ભાવિનભાઈ સોજીત્રા દ્વારા લાભપાંચમથી ખેડૂતોનાં હિતમાં નીચે મુજબના નિર્ણયો કરવામાં આવેલ છે.
(૧) સંસ્થામાં જણસી ખરીદી કરતાં જે વેપારીઓ દ્વારા બારદાન વાપરવામાં આવે છે તેઓએ બારદાનનું વજન ૮૦૦ ગ્રામ બાદ કરવામાં આવશે અને જો કોઈ વેપારી ૯૦૦ ગ્રામ કે તેથી વધારે વજનવાળા બારદાન વાપરતા હોય તો તેઓએ બારદાનનાં વીંટાનું વજન કરી ખરેખર જે વજન આવે તે મુજબ કપાત કરવામાં આવશે.
(૨) સંસ્થામાં જણસી ખરીદી કરતાં જે વેપારીઓ દ્વારા પ્લાસ્ટિક બોરી વાપરવામાં આવે છે તેઓએ કુલ વજનમાંથી પ્રતિ મુદ્દા દીઠ વધુમાં વધુ ૧૫૦ ગ્રામ પ્લાસ્ટિક બોરીનું વજન ઉપરોકત સંસ્થા દ્વારા નકકી કરવામાં આવેલ વજન કરતા જો કોઈ વેપારી દ્વારા વધુ વજન બાદ કરવામાં આવશે તેની સામે દંડનિય કાર્યવાહી રૂપે સંસ્થા દ્વારા રૂા.૧,૦૦,૦૦૦/- નો દંડ અને તેમનું લાયસન્સ સ્થગિત કરવામાં આવશે. (૩) સંસ્થામાં મગફળીની ખરીદી કરતાં વેપારીઓ દ્વારા હાલ હરરાજીમાંથી ખરીદી કર્યા બાદ મજુરો દ્વારા તારવવાની પ્રથા ચાલતી હતી. પરંતુ, લાભપાંચમથી આવી તારવવાની કામગીરી માટે મજુરો પર પ્રતિબંધ મુકયો છે અને તારવવાની ઙ્કથા સંપૂર્ણપણે નાબુદ કરવામાં આવી છે. આ તમામ નિર્ણયોની અમલવારી આગામી તા.૧૪/૧૧/૨૦૨૬ ને શનિવાર- (લાભપાંચમ) થી કરવામાં આવશે. તેવું માર્કેટયાર્ડનાં સેક્રેટરી તુષારભાઈ એચ. હપાણીએ જણાવેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
