News of Thursday, 22nd October 2026
પ્રદિપભાઇ ખીમાણીની આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી
‘‘બેસ્ટ લીડરશીપ પર્ફોમન્સ એવોર્ડ ફોર એજયુકેશન ડેવલપમેન્ટ''થી બહુમાન કરાશે : રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ ઘી ઈકોનોમીક ફોર હેલથ એ એજયુકેશન ગ્રોથ દ્વારા દેશના અગ્રણી શિક્ષણવીદોને શિક્ષણના ક્ષેત્રમા તેમની ઉત્કળષ્ટ કામગીરી માટે દર વર્ષે અપાતા "Best Leadership Performance Award For Education Development' માટે ગુજરાત ભાજપના અગ્રણી, શીક્ષણવીદ, સરસ્વતી સ્કૂલના સંચાલક તથા પાંચ વિષયમાં એમ.કોમની પદવી મેળવનાર પ્રદિપભાઈ ખીમાણીની પસંદગી કરવામાં આવી છે. પ્રદિપભાઈ ખીમાણી ૧૯૮૦થી શિક્ષણક્ષેત્રમાં પ્રદાન આપી રહ્યા છે.
પ્રદિપભાઈ ખીમાણીને આ અગાઉ ઓગણીસ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળી ચૂકયા છે.(૧) ભારત જયોતિ એવોર્ડ (૨) બેસ્ટ સીટીઝન ઓફ ઈીયા એવોર્ડ (૩) રાષ્ટ્રીય રત્ન એવોર્ડ(૪) રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ (૫) ઈન્દીરા ગાંધી સદ્ભાવના એવોર્ડ (A)ગ્લોબલ ઈન્ડીયન ઓફ ધી યર એવોર્ડ (૭) પ્રાઈડ ઓફ ઈીયા એવોર્ડ (૮)ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર મિલેનીયમ એવોર્ડ (૯) ભારત જયોતિ પુરસ્કાર (૧૦) ઈન્ડીયા શિક્ષા રત્ન એવોર્ડ (૧૧) ગ્લોરી ઓફ ઈન્ડીયા એવોર્ડ (૧૨) રાષ્ટ્રીય પ્રગતિ એવોર્ડ. (૧૩) ઈન્ડો-થાઈલે ઈન્ટરનેશનલ અચીવર્સ એકસેલન્સ એવોર્ડ ફોર ટેલન્ટેડ પર્સનાલીટી-૨૦૧૮ (૧૪) ઈન્ડો રશીયા ફેશીપ એવોર્ડ ફોર ઈકોનોમીક ડેવલપમેન્ટ (૧૫) ભારત ગૌરવ પુરસ્કાર (૧૬) ભારત રત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ એજયુકેશન એકસેલન્સ એવોર્ડ (૧૭) ઈન્ટરનેશનલ આઈકોન એવોર્ડ ઈન એજયુકેશન (૧૮)ઈન્ટરનેશનલ ગોલ્ડસ્ટાર એવોર્ડ ફોર એજયુકેશન એકસેલન્સ (૧૯) ઈન્ટરનેશનલ ગોલ્ડ સ્ટાર એવોર્ડ ફોર એજયુકેશન એકસેલન્સ .
પ્રદિપભાઇ ખીમાણીની ‘‘બેસ્ટ લીડરશીપ પર્ફોમેન્સ એવોર્ડ ફોર એજયુકેશન ડેવલપમેન્ટ'' માટે પસંદગી થતા પ્રદિપભાઇ ખીમાણી (મો. ૯૪ર૬૭ ૧૭૦૦૦) અભિનંદનની વર્ષા થઇ રહી છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
