<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th September 2026

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી આયોજન : શ્રી કૃષ્ણ ભગવાન જન્મોત્સવની આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી

રાજકોટ :   શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  શ્રાવણ મહિનાની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અનેક વિધ શણગાર-અન્નકૂટ કરી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

          ત્યારે  પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી   પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત – શ્રાવણવદ-આઠમ શ્રીકૃષ્ણ જન્મોત્સવ  નિમિત્તે કાલે શુક્રવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગોકુળની થીમનો શણગાર કરાયો હતો. 

       શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે  સવારે 9 થી 12  કલાક દરમિયાન મટકી ફોડ, કેક, સાંસ્કૃતિક કાર્યક્રમ, DJના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા એવં રાસગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . રાત્રે 9 કલાકે દરમિયાન રાસ ગરબા-સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે 12:00 કલાકે  શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરને ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું. 

      રાસ-ગરબાથી શ્રદ્ધાળુઓ લીન થયા હતા. જેમાં યુવાનો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા.યુવાનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી ઉત્સાહભેર ઉજવણી કરીને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

(6:05 PM IST)