News of Saturday, 25th July 2026
ઘુંટુ ગામના તળાવમાં પ્રદૂષિત પાણી ભળતું અટકાવવા તળાવના બે ભાગ કરવા કલેક્ટર સમક્ષ રજૂઆત
ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી વરસાદી પાણી સાથે તળાવમાં આવતું હોવાથી શુદ્ધ અને દૂષિત પાણી અલગ રાખવા ઉપસરપંચ ગૌતમ કૈલાની કાયમી ઉકેલ માટે માગણી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:મોરબીના લખધીરપુર રોડ પર કેનાલમાં પડેલા ગાબડાના સ્થળની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટર અને મામલતદાર સમક્ષ ઘુંટુ ગામના તળાવમાં ભળતા પ્રદૂષિત પાણીનો કાયમી ઉકેલ લાવવા માટે એક મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઘુંટુ ગામના ઉપસરપંચ ગૌતમભાઈ જાદવજીભાઈ કૈલા દ્વારા ગામના તળાવની જાળવણી અને પ્રદૂષિત પાણીની ગંભીર સમસ્યા અંગે કલેક્ટરને મૌખિક રજૂઆત કરાઈ હતી.
ઉપસરપંચે વિગતો આપતા જણાવ્યું હતું કે, આસપાસના ઉદ્યોગોમાંથી આવતું દૂષિત પાણી ચોમાસા દરમિયાન વરસાદી પાણી સાથે ભળીને સીધું ઘુંટુ ગામના તળાવમાં ભરાય છે. વરસાદના કારણે આ પાણીનો નિકાલ રોકવો અશક્ય બને છે, જેના પરિણામે ગામના તળાવનું શુદ્ધ પાણી પણ પ્રદૂષિત થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિકાલ માટે તેમણે સૂચન કર્યું હતું કે તળાવ ઘણું મોટું હોવાથી તેના બે ભાગ કરવામાં આવે. જેથી એક ભાગમાંથી દૂષિત પાણી સીધું બહાર નીકળી જાય અને ગામને એક નવો બાયપાસ રોડ પણ મળી શકે. કેનાલ બારેમાસ ચાલુ રહેતી હોવાથી, દૂષિત પાણીનો અલગ નિકાલ કર્યા બાદ તળાવના બીજા ભાગને કેનાલના શુદ્ધ પાણીથી ભરી શકાશે, જેથી ગ્રામજનોને શુદ્ધ જળ મળી રહે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
