News of Monday, 12th October 2026
ગુજરાતી સિનેમાનું ગૌરવ :‘નાનકડાં પગલાં ભરે હરણફાળ' ફિલ્મ ગ્રેમી એવોર્ડ્સ સુધી પહોંચી
‘ક્લબફૂટ અવેરનેસ' પર આધારિત કચ્છના ડો. કળપેશ ઠક્કરની ફિલ્મને ૧૩ કેટેગરીમાં ગ્રેમી કન્સિડરેશનઃ ભગવદ્ ગીતા, ગરબા અને રાષ્ટ્રગીતને પણ વૈશ્વિક સંગીત મંચે સ્થાન

(વિનોદ ગાલા દ્વારા ભુજ) ગુજરાતી સિનેમા અને કચ્છ માટે ગૌરવની ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. કચ્છના ડો. કળપેશ ઠક્કર દ્વારા લેખિત-નિર્દેશિત ક્લબફૂટ અવેરનેસ ફિલ્મ ‘નાનકડાં પગલાં ભરે હરણફાળ'ને ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૭ના પ્રથમ તબક્કામાં આલ્બમ તથા ગીતોની વિવિધ ૧૩ કેટેગરીમાં કન્સિડરેશન મળ્યું છે. આ સાથે ફિલ્મ ગ્રેમી એવોર્ડ્સ સુધી પહોંચનારપ્રથમ ગુજરાતી ફિલ્મ બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
‘ક્લબફૂટ' અંગે જાગળતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે બનેલી આ ફિલ્મ ગિવ વાચા ફાઉન્ડેશન અને કળપ મ્યુઝિક દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક ‘યંગેસ્ટ સિંગર' પર્વ ઠક્કરના જીવનથી પ્રેરિત ફિલ્મનું સંગીત ક્લબફૂટ અંગેના સામાજિક કલંકને પડકારવા ઉપરાંત સંગીત અને કળા દ્વારા જાગળતિનો સંદેશ આપે છે.
ફિલ્મના આલ્બમને આલ્બમ ઓફ ધ યર, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ, પ્રોડ્યુસર ઓફ ધ યર (નોન-ક્લાસિકલ) સહિતની કેટેગરીમાં સ્થાન મળ્યું છે. જ્યારે ‘પપ્પા મારા સુપરમેન', ‘લાડલી બેની' અને ‘ધન્ય ધરા ગુજરાતની' સહિતનાં ગીતોને વિવિધ કેટેગરીમાં કન્સિડરેશન મળ્યું છે. ‘મેલોડિક નોટ્સ ઓફ જન ગણ મન' તથા સંસ્કળત પોપ સ્વરૂપે રજૂ થયેલા ર્ં‘ભગવદ્ ગીતા અધ્યાય ૧૨: ભક્તિ યોગર્'ંને પણ ગ્રેમી કન્સિડરેશન મળ્યું છે.
ફિલ્મના ગીતકાર-સંગીતકાર તરીકે ડો. કળપેશ ઠક્કર, ગાયક તરીકે પર્વ ઠક્કર અને વાચા ઠક્કરનું યોગદાન છે. સમગ્ર પ્રોજેક્ટના નિર્માતા તરીકે ડો. શશીકાંત ઠક્કર અને નયનાબેન ઠક્કર જોડાયેલા છે. ગ્રેમી માટેનું પ્રથમ તબક્કાનું વોટિંગ ૧૨થી ૨૨ ઓક્ટોબર દરમિયાન યોજાનાર છે, જેના આધારે આગળની નોમિનેશન પ્રક્રિયા નક્કી થશે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મના થીમ સોંગ ‘રેઝોનન્ટ રોર ઓફ હનુમાન'ને હોલીવૂડ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક એવોર્ડ્સમાં નોમિનેશન મળી ચૂકયું છે. ઉપરાંત, ડો. કળપેશ ઠક્કરના બે સંસ્કળત પોપ આલ્બમને ગ્લોબલ મ્યુઝિક એવોર્ડ્સમાં બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ અને મ્યુઝિક થેરાપી ફોર ઓલ જેવા અભિયાનો સાથે જોડાયેલી આ ફિલ્મ સંગીત, સિનેમા અને અવેરનેસ થ્રુ આર્ટ્સના માધ્યમથી ક્લબફૂટ અંગેના સામાજિક કલંકને પડકારવાનો સંદેશ આપે છે. ફિલ્મના ગીતકાર-સંગીતકાર તરીકે ડો. કળપેશ ઠક્કરે યોગદાન આપ્યું છે, જ્યારે ગાયક તરીકે પર્વ ઠક્કર અને વાચા ઠક્કરે મુખ્ય ભૂમિકા ભજવી છે. સંગીતનું રેર્કોડિંગ ડો. પૂજા ઠક્કર દ્વારા, જ્યારે પ્રોગ્રામિંગ પર્વ ફયૂઝન બેન્ડ દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાના ટ્રસ્ટી ડો. શશીકાંત ઠક્કર તેમજ નયનાબેન ઠક્કર સમગ્ર પ્રોજેક્ટના નિર્માતા છે. આ સફળતા વિશે વાત કરતાં ડો. કળપેશે જણાવ્યું કે,‘અમારો ઉદ્દેશ્ય ગુજરાતી ફિલ્મ સંગીતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો છે અને આ સાથે જ ભગવદ્ ગીતાને યુવા પેઢી સુધી લઈ જવાનો છે. ત્યારે ગ્રેમી એવોર્ડ્સનું આ મંચ આ કાર્યને વેગ આપશે.'
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
