News of Thursday, 22nd October 2026
જામનગરમાં રંગતાલી ગ્રુપનો ‘સહિયર નવરાત્રી મહોત્સવ'મેગા ફાઇનલમાં વિજેતાઓને ઇનામો અપાયાં
એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાંરિવાબા જાડેજા સહિતના ઉપસ્થિતઃ કિડ્સ મેગા ફાઇનલ બોયઝ-ગર્લ્સ તથા પ્રિન્સ-પ્રિન્સેસ સહિતની વિવિધ કેટેગરીમાં વિજેતાઓ જાહેર કરી મસમોટા ઇનામો અપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ તા ૨૨,જામનગર શહેરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં રંગતાલી ગ્રુપ દ્વારા આયોજિત ‘સહિયર નવરાત્રી મહોત્સવ-૨૦૨૬' દસ દિવસ સુધી ભક્તિ, પરંપરા અને રાસ-ગરબાની રમઝટ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. નવરાત્રીના પ્રત્યેક દિવસે માતાજીની આરતી અને દીપ પ્રાગટય સાથે કાર્યક્રમનો પ્રારંભ થતો હતો. આ મહોત્સવમાં જામનગર શહેર અને જિલ્લાના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયાં હતાં.
મહોત્સવના વિવિધ દિવસોમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ, શહેર ભાજપનાં અધ્યક્ષ બીનાબેન કોઠારી, ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, હસમુખભાઈ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, અધિક કલેક્ટર વિમલકુમાર ચૌધરી, પ્રાંત અધિકારી એસ.ડી.બારડ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી મહોત્સવના મુખ્ય પ્રાયોજકો બાબુભાઈ બદીયાણી અને કૈલાસભાઈ બદીયાણી સહિત રંગતાલી ગ્રુપની સમગ્ર ટીમ તથા શહેર-જિલ્લાના અગ્રણીઓએ માતાજીની આરતી કરીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
દશેરાના દિવસે મેગા ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ પોતાની રાસ-ગરબાની કળાનું પ્રદર્શન કરીને ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોના વિભાગમાં કિડ્સ મેગા ફાઇનલ બોયઝ અને ગર્લ્સ કેટેગરીના વિજેતાઓ જાહેર કરાયા હતા. જ્યારે મોટા વર્ગમાં મેગા ફાઇનલ અંતર્ગત પ્રિન્સ અને પ્રિન્સેસ સહિતની વિવિધ કેટેગરીમાં વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા હતા. જેઓને ઈ બાઈક સહિતના કિંમતી ઇનામો પણ અપાયા હતા. અન્ય સ્પર્ધાઓના વિજેતાઓને પણ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહોત્સવની સફળતા માટે મુખ્ય પ્રાયોજકો, આયોજક ટીમ, સહયોગીઓ અને તમામ ખેલૈયાઓના સહકાર બદલ રંગતાલી ગ્રુપ ના સંયોજક સંજય જાની દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી.ડી. ત્રિવેદી, અલકા નથવાણી, રિતેશ જોષી અને ખુશી ચુડાસમા વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
