News of Tuesday, 28th July 2026
સાવરકુંડલાના મહુવા રોડ પર ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાઃ કોંગ્રેસ પ્રભારી જીગ્નેશ ભરાડનો ઉગ્ર આક્ષેપ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૮: શહેરમાં તંત્ર દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા નવા મહુવા રોડ પર આયોજનના અભાવે પ્રજા માટે ભારે મુસીબતો સર્જાઈ છે. રોડ પર ઠેક-ઠેકાણે પાણી ભરાઈ રહેવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે અને તેના લીધે ગંભીર રોગચાળો ફેલાવવાનો ભય તોળાઈ રહ્યો છે.
મહુવા રોડ પર બંને સાઈડ સતત પાણી અને કાદવ ભરાયેલા રહેવાના કારણે સ્થાનિક દુકાનદારો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. દુકાનો આગળ ગંદકી હોવાને કારણે ગ્રાહકો ત્યાં જતાં અચકાઈ રહ્યા છે, જેના કારણે વેપારીઓનો ધંધો પણ પ્રભાવિત થઈ રહ્યો છે.
લોકોના ટેક્સના પૈસાથી બનતા વિકાસના કામોમાં કેવી ક્ષતિઓ રાખવામાં આવે છે તેનું આ જીવંત ઉદાહરણ છે. આવી આયોજન વગરની કામગીરી પૂર્ણ થયા બાદ પણ તંત્રના જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓ આંખ આડા કાન કરી આ ગંભીર પ્રશ્નને નજરઅંદાજ કરી રહ્યા છે.
આ લોકપ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઈને સાવરકુંડલા કોંગ્રેસ પ્રભારી જીગ્નેશ ભરાડ દ્વારા આ મુદ્દો સખત શબ્દોમાં પ્રેસ મિડીયા સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
