<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

વૃક્ષને માત્ર ૩ વર્ષ સાચવો, એ આપણી પેઢીઓને સાચવશેઃ આચાર્ય દેવવ્રતજી

ધ્રોલના લતીપરમાં વૃક્ષારોપણ- સ્‍વચ્‍છતા અભિયાન થકી પર્યાવરણ જતનનો આપ્‍યો સંદેશ

(સંજય ડાંગર- મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ- જામનગર તા.૧૩: રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પર્યાવરણની સુરક્ષા અને સ્‍વચ્‍છતાના ઉમદા ઉદ્દેશ્‍ય સાથે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ગ્રામજનોને પ્રેરિત કર્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘એક પેડ માં કે નામ'' અભિયાનને વેગ આપતા રાજ્‍યપાલશ્રીએ લતીપર ગામમાં વળક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભાવુક અનુરોધ કરતા જણાવ્‍યું હતું કે, માતાના નામે રોપાયેલું એક પણ વળક્ષ મરવું ન જોઈએ. વળક્ષને ઉછેરવું એ પુણ્‍યનું કામ છે, પરંતુ તેને રોપ્‍યા બાદ સંભાળના અભાવે સુકાવા દેવું એ ભ્રૂણ હત્‍યા સમાન પાપ છે. તેમણે માત્ર વળક્ષારોપણ જ નહીં, પરંતુ તેના ઉછેર માટે નિયમિત સારસંભાળ કરવા પર પણ વિશેષ ભાર મૂકયો હતો.

આ પ્રસંગેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્‍ટર પી.બી.પંડ્‍યા, જિલ્લા વિકાસ અધિકારી  નિશા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની, ધ્રોલ પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ કાલરીયા, મદદનીશ વન સંરક્ષક દીપકસિંહ જાડેજા તથા મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા.

(1:22 PM IST)