<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

જામ ખંભાળિયામાં છેલ્લા 30 દિવસથી ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન અને વિરોધ પ્રદર્શનનો સુખદ અંત

પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મંત્રી મુળુભાઈ બેરાએ સક્રિય મધ્યસ્થી કરી અને આંદોલનકારીઓ સાથે સકારાત્મક બેઠક યોજીને સમજાવટ કરી

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં છેલ્લા 30 દિવસથી ચાલી રહેલું સફાઈ કામદારોનું આંદોલન અને વિરોધ પ્રદર્શન અંતે સુખદ અંત તરફ વળ્યું છે. નગરપાલિકા કચેરી સામે પોતાની પડતર માંગણીઓ અને નવા સફાઈ કામદારોની ભરતીના મુદ્દાને લઈને કામદારો લાંબા સમયથી ધરણાં પર બેઠા હતા, જેના કારણે શહેરમાં સફાઈ વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. આ ગંભીર પ્રશ્નનો ઉકેલ લાવવા માટે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી મુળુભાઈ બેરાએ સક્રિય મધ્યસ્થી કરી હતી અને આંદોલનકારીઓ સાથે સકારાત્મક બેઠક યોજીને સમજાવટ કરી હતી. ધારાસભ્યની આ પહેલ રંગ લાવી હતી અને નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અંદાજે 110 સફાઈ કામદારોને રોજમદાર તરીકે નોકરીમાં રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને પગલે કામદારોમાં રાહતની લાગણી ફેલાઈ છે અને હડતાળ સમેટાઈ છે.

(1:17 AM IST)