News of Monday, 18th May 2026
જુનાગઢના ભાખરવડના રવિયા પરિવારમાં નવદંપતિને આશિર્વાદ આપતા ‘‘પૂ.ભાઇશ્રી''

જુનાગઢ : ભાખરવડ નિવાસી હરેશભાઇ બાલુભાઇ રવિયા તથા અ.સૌ. કંચનબેનના સુપુત્ર ચિ. ધવલ, પુ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપાપાત્ર શિષ્યના શુભલગ્ન ગળોદર નિવાસી મુકેશભાઇ મકનભાઇ જોષી તથા અ.સૌ. કિરણબેનની સુપુત્રી સાથે તા. ૧૪ મે ને ગુરૂવારના રોજ યોજાયા હતા જેમાં આંતરરાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ઉપસ્થિત રહી આ નવદંપતિ ને હૃદયના ભાવથી આર્શિવાદ આપતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
