News of Saturday, 14th November 2026
પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાહવીર યોજના અંગે જનજાગૃતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૪: જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાહવીર યોજના અંગે વધુને વધુ લોકો જાણે તે માટે જન જાગૃતિ શરૂ કરવામાં આવી છે.
જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ‘રાહ-વીર યોજના'ની પત્રિકા મુજબ જો આપની નજર સમક્ષ કોઇ વાહન અકસ્માતનો બનાવ બને તો અકસ્માતમાં ઇજા પામનાર વ્યકિતને સારવાર માટે તરતજ મેડીકલ ઇમરજન્સી ૧૦૮ તેમજ પોલીસ હેલ્પલાઇન નંબર ૧૧૨ ને ફોન કરવો અને માર્ગ અકસ્માતમાં ઇજા પામનાર વ્યકિતઓને મદદરૂપ થવાથી પોલીસ સ્ટેશન કે કોર્ટના ધક્કા ખાવા પડશે નહી.
માર્ગ અકસ્માતમાં ગંભીરરીતે ઘવાયેલા વ્યકિતને પ્રથમ કલાક (ગોલ્ડન અવર્સ)માં હોસ્પિટલ પહોચાડનારને સરકાર દ્વારા રાહ-વીર યોજના હેઠળ ૨૫,૦૦૦/- રૂપીયા રોકડ તેમજ પ્રશંસાપત્ર મળવાપાત્ર છે.
નાણાકીય સહાય મળવાપાત્ર છે. જેમાં (૧) સંકળાયેલ મોટું ઓપરેશન(૨) ઓછામાં ઓછા ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું.(૩) મગજને થયેલ ઇજાઓ(૪) કરોડરજ્જુને થયેલ ઇજાઓ. (૫) સારવાર દરમિયાન મૃત્યુ સામેલ છે.
રાહ-વીર ને મળવાપત્ર નાણાકીય સહાય (એવોર્ડ)માં એક રાહ-વીર એક અથવા વધુ વ્યકિતઓના જીવન બચાવી તો રૂા. ૨૫,૦૦૦/- જો એક કરતા વધુ રાહ-વીર એક વ્યકિતનો જીવ બચાવે તો રૂા.૨૫,૦૦૦/- તેમની વચ્ચે સમાન રીતે વહેચવામાં આવશે. તેમજ જો એક કરતા વધુ રાહ-વીર એક કરતા વધુ વ્યકિતઓનો જીવ બચાવે તો મહતમ રૂા. ૨૫,૦૦૦/- પ્રતિ રાહ-વીર મળી શકે એક રાહ-વીર તે આ યોજના હેઠળ વર્ષમાં મહતમ પાંચ વખત પુરસ્કારની રકમ મળવાપાત્ર રહેશે
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
