<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

પંજાબી ગાયક દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે:વિખ્યાત ધોરડોના સફેદ રણની મુલાકાત લઈને તેની અદભુત સુંદરતાનો આનંદ માણ્યો

રણોત્સવના ટેન્ટ સિટીની મુલાકાત લઈ વિવિધ ટેન્ટ અને ભવ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું:તેમણે કચ્છની મહેમાનગતિ અને પ્રવાસન સુવિધાઓની પ્રશંસા કરી

પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ કચ્છની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છના વિશ્વવિખ્યાત ધોરડો સફેદ રણની મુલાકાત લીધી હતી. સફેદ રણની અદભુત સુંદરતા અને નયનરમ્ય નજારાઓ નિહાળીને તેઓ મંત્રમુગ્ધ થયા હતા.

સફેદ રણની મુલાકાત બાદ દિલજીત દોસાંઝ રણોત્સવના ટેન્ટ સિટી ખાતે પણ પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ ટેન્ટનું નિરીક્ષણ કર્યું હતું. ટેન્ટ સિટીમાં કરવામાં આવેલી ભવ્ય વ્યવસ્થા અને પ્રવાસીઓ માટે ઊભી કરાયેલી સુવિધાઓ નિહાળીને તેઓ અભિભૂત થયા હતા. દિલજીત દોસાંઝે કચ્છની મહેમાનગતિ અને પ્રવાસન સુવિધાઓની પ્રશંસા કરી હતી. સફેદ રણના નયનરમ્ય દૃશ્યોનો આનંદ માણવાની સાથે તેમણે રણોત્સવની વ્યવસ્થાઓ પણ નિહાળી હતી. તેમની આ મુલાકાતથી કચ્છના પ્રવાસન સ્થળો ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે.

પંજાબી સુપરસ્ટારની કચ્છ મુલાકાતને લઈને તેમના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલજીત જેવા જાણીતા કલાકારની સફેદ રણ અને રણોત્સવની મુલાકાતથી કચ્છના પ્રવાસનને નવી ઓળખ મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

(7:47 PM IST)