News of Saturday, 16th May 2026
રાણાવાવ પાસે બરડામાં ૨ સ્થળોએ દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડાઃ ૬૦૦ લીટર આથો ઝડપાયો
બંને દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવનારા આરોપીઓ હાજર મળી આવ્યા નહીં: ભઠ્ઠીના સાધનો સહિત કુલ ૧૩ હજારનો મુદ્દામાલ જપ્ત

દારની ૨ ભઠ્ઠીઅો ઉપર રાણાવાવની પોલીસ ટીમે દરોડા પાળ્યા તે તસ્વીર
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૬: રાણાવાવ પાસે બરડા ડુંગરમાં પોલીસે દરોડા પાડીને ૨ દેશી દારૂની ભઠ્ઠી પકડીને કુલ ૬૦૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા. આ દરોડા દરમ્યાન બંને દેશી દારૂની ભઠ્ઠી ચલાવનારા આરોપીઓ હાજર મળ્યા નહોતા.
હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી બી.જી.ડાંગર દ્વારા રાણાવાવ પોલીસ સ્ટાફને સુચના અન્વયે રાણાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો બરડા ડુંગર/જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં રાણાવાવ પો.સ્ટે.ના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને બાતમી આધારે બરડા ડુંગરમાં ઉપલા ગંડીયાવાળાનેશથી પヘમિે ૧.૫ કી.મી. દુર ડુંગરની ટેકરી પર હકિકત વાળી જગ્યાએ સર્ચ કરી રેઇડ કરી હતી.
આ દરોડામાં ભરત રાજાભાઇ કોડીયાતર રહે.ઉપલા ગંડીયાવાળાનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી તેમજ ઉપલા ગંડીયાવાળાનેશ થી દક્ષિણે રેઇડ કરતા ઉમેશ રામાભાઈ મોરી રહે,ઉપલા ગંડીયાવાળાનેશ વાળાની દેશી દારૂની ભઠ્ઠી મળી આવેલ અને બંન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશનના અલગ-અલગ ગુન્હા રજી. કરાવેલ છે.
આ દારૂ દરોડા દરમ્યાન આરોપી ભરત રાજાભાઈ કોડીયાતર રહે.ઉપલા ગંડીયાવાળાનેશ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.૨૦૦/ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૭૮૦૦/નો મુદામાલ મળી આવેલ.
બીજા દરોડામાં ઉમેશ રામાભાઇ મોરી રહે.ઉપલા ગંડીયાવાળાનેશ વાળાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી.૪૦૦/ તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.૧૨૬૭૫/ નો મુદામાલ મળી આવેલ. દરોડા દરમ્યાન બંને ભઠ્ઠીના આરોપીઓ હાજર મળ્યા નહોતા.
રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી બી.જી.ડાંગર તથા પો.સબ.ઇન્સ. શ્રી આર.વી.મોરી તથા પો.હેડ.કોન્સ, બી,જે,દાસા, તથા એ.કે.લુવા તથા પો.કોન્સ, સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, કળણાલસિંહ પ્રવિણસિંહ, તથા ફોરેસ્ટર હીતેષભાઇ માળીયા તથા ટીનાબેન છગનભાઇ દ્વારા આ દારૂ દરોડાની કામગીરી કરવામાં આવેલ હતી.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
