News of Thursday, 18th June 2026
જામનગરમાં ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદનું આગમન, : સિક્કા દરિયાકિનારે પણ વરસાદ : જુઓ વિડિયો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બફારા વચ્ચે વરસાદ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારો પલળ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૮ : જામનગર શહેર અને જિલ્લામાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગોરંભાયેલા વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે. આજે 11 વાગ્યા આસપાસ અચાનક ભારે બફારા વચ્ચે વરસાદનું આગમન થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વાદળછાયુ વાતાવરણ વચ્ચે શરૂ થયેલા વરસાદથી રોડ પર વાહનચાલકોને વાઈપર ચાલુ કરવા પડ્યા હતા. હવામાનમાં ઠંડક પ્રસરી જતા લોકોને બફારાથી રાહત મળી હતી.
જામનગર જિલ્લાના સિક્કા ગામે દરિયાકિનારે પણ વરસાદ શરૂ થયો હતો. દરિયા કિનારાના વીડિયોમાં વરસાદના દૃશ્યો જોવા મળ્યા હતા. વરસાદને કારણે દરિયા કિનારે આવતા લોકોની સંખ્યા ઓછી થઈ હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
