<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

દક્ષિણ-ઉત્તર-મધ્‍ય ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં વરસાદની આગાહી

(ચંદ્રેશ હિરાણી દ્વારા) મોટી પાનેલી, તા.૩૧: દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં પણ ભારે થી અતિ ભારે વરસાદ ની શકયતા છે ઉત્તર ગુજરાત સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સહિત અન્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ ની શકયતા છે અમુક વિસ્‍તારોમાં અતિ ભારે વરસાદ ની શકયતા છે મધ્‍ય ગુજરાત પણ અમદાવાદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદની શકયતા છે સૌરાષ્‍ટ્રમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં છુટાછવાયા વિસ્‍તારોમાં હળવા થી મધ્‍ય અમુક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે બોટાદ જસદણ વિંછીયા ગોંડલ જેતપુર રાજકોટ સુરેન્‍દ્રનગર ચોટીલા ગોંડલ જામનગર સહિત અન્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની એન્‍ટ્રી થશે કચ્‍છ જિલ્લામાં છુટાછવાયા વિસ્‍તારોમાં ભારે વરસાદ જોવા મળશે તેમ હવામાન નિષ્‍ણાત વજુભાઈ બારૈયા ગામ વાશિયાળી તાલુકો સાવરકુંડલા જીલ્લો અમરેલી એ જણાવ્‍યુ છે.

(11:05 AM IST)