<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

કોટડાસાંગાણીના રામોદમાં સામુ જોવા બાબતે રાજકોટના વકીલ ઉપર ધોકાથી હૂમલો

સાગરભાઇ મામાના ગામે પરીચીતના પિતાના બેસણામાં ગયા હતાઃ સામુ જોવાના મુદે ડખ્‍ખોઃ પિતા-પુત્ર સહિત ૪ સામે કોટડાસાંગાણી પોલીસમાં ગુન્‍હો

રાજકોટ તા.૧૯: કોટડાસાંગાણીના રામોદ ગામે બેસણામાં ગયેલા એડવોકેટ પર જેતપુરના પિતા-પુત્ર સહિત ચારે ધોકા વડે હુમલો કરી ઇજા કર્યાની કોટડાસાંગાણી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે રાજકોટના રેલનગરમાં રહેતા અને વકિલાત કરતા સારગભાઇ સુરેશભાઇ ભોણીયા (ઉ.ર૯) એ જેતપુરના મહેશ સોલંકી, તેના પુત્ર દિપક, તેના પત્‍ની રમાબેન અને દિપકના સસરા સામે નો઼ધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું કે તે ગઇકાલે રામોદ ગામે તેના પરીચીત મનસુખભાઇના પિતાના બેસણામાં ગયા હતા.

આ સમયે મામાના ઘરે રોકાયા હતા. તે ઘર પાસે બેઠા હતા ત્‍યારે તેની પાસેથી પસાર થતા આરોપી દિપક તુ મારી સામે કેમ જુએ છે તેમ કહેતા તેને તું તારૂ કામ કરે તેમ જવાબ આપતા આરોપીઓએ ઉશ્‍કેરાઇ તેને ગાળો દઇ ધોકા વડે હુમલો કરી ઇજા કરી હતી. કોટડાસાંગાણી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:19 PM IST)