News of Thursday, 16th July 2026
રાજકોટ માંડવી એસટી બસે બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નીનું મોત
દીકરીના ઘેરથી પાછા ફરતી વખતે વૃદ્ધ દંપતીની જોડી ખંડીત

ભુજ તા. ૧૬ :.. કચ્છના આદિપુર અંજાર માર્ગ ઉપર એસટી બસની હડફેટે વળદ્ધ દંપતિની જોડી ખંડીત થઈ હતી. ચારવાળી પાસે રાજકોટ માંડવી એસટી બસે બાઇકને હડફેટે લેતા વાલબાઈ ચંદુલાલ મહેશ્વરીનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું.
પતિ ચંદુલાલ મહેશ્વરી સાથે દીકરીના ઘેરથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાતાં વાલબાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઙ્કથમ રામબાગ હોસ્પિટલ ગાંધીધામ અને ત્યારબાદ ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
