<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ સહાય.

તમામ માતાઓને સમગ્ર વર્ષ દરમિયાન દર મહિને નિયમિત રીતે બેઝિક રાશન કિટ આપવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા છેલ્લા બે વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ અસહાય અને જરૂરિયાતમંદ માતાઓને દર મહિને બેઝિક રાશન કિટ આપી તેમની જીવનજરૂરિયાતોને પૂર્ણ કરવામાં સહાય કરવામાં આવે છે.

   આ વર્ષે પણ સંસ્થાએ સેવા અને માનવતાના આ કાર્યને આગળ વધારતા કુલ 19 માતાઓને રાશન કીટ માટે દત્તક લીધી છે અને આવી રીતે કુલ 43 માતાઓને આજ સુધી  મદદરૂપ થયા છે. આ તમામ માતાઓને સમગ્ર વર્ષ દરમિયાન દર મહિને નિયમિત રીતે બેઝિક રાશન કિટ આપવામાં આવશે.
મુસ્કાન વેલફેર સોસાયટીનો આ પ્રયાસ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે અને જરૂરિયાતમંદ માતાઓ માટે આશાનો એક કિરણ બની રહ્યો છે.

(4:46 PM IST)