News of Monday, 13th July 2026
જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન ‘ભુજિયા કોઠા’ના પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ
174 વર્ષ જૂનું આ સ્થાપત્ય ફરી જીવંત બનતા જામનગરની શાનમાં વધારો થયો: ફેઝ-1નું કામ પૂર્ણ થતા સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું :અત્યાર સુધીમાં 50 હજારથી વધુ મુલાકાતીઓ ‘ભુજિયા કોઠા’ની મુલાકાત કરી

જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના સમાન ‘ભુજિયા કોઠા’ના પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. 174 વર્ષ જૂનું આ સ્થાપત્ય ફરી જીવંત બનતા જામનગરની શાનમાં વધારો થયો છે. જામ રણમલજી બીજાના શાસનકાળ દરમિયાન ભયંકર દુષ્કાળ સમયે પ્રજાને રોજગારી આપવાના ઉમદા હેતુથી આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
વર્ષ 2001ના વિનાશક ભૂકંપ દરમિયાન રક્ષિત સ્મારકના ઉપરના ત્રણ માળ ક્ષતિગ્રસ્ત થયા હતા . સ્મારકને મૂળ ભવ્યતામાં પાછા લાવવા માટે વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકા જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કર્યું હતું . પ્રવાસીઓ 66 પગથિયાં ચડીને ‘ભુજિયા કોઠા’ પ્રથમ માળે પહોંચી શકે છે. અંદર પ્રવેશતા જ ભવ્ય સિંહદ્વાર, મજબૂત લાકડાના થાંભલાઓની હારમાળા, આકર્ષક મકરાકૃતિ કમાનો અને હીરાથી સુશોભિત રંગમંડપ, પ્રાચીન રાજપૂત સ્થાપત્ય શૈલીની ઝાંખી કરાવે છે.સ્મારકની પુનઃનિર્માણ કામગીરી આશરે સાડા ચાર વર્ષ સુધી ચાલી. ફેઝ-1નું કામ પૂર્ણ થયા બાદ સ્થળ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ મુલાકાતીઓ ‘ભુજિયા કોઠા’ની મુલાકાત કરી છે .
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
