<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર

દ્વારકા, જામનગર, મોરબી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું

ભુજ : આગામી 1 કલાક માટે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. એલર્ટને પગલે તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે લોકોને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

(11:50 AM IST)