News of Friday, 27th November 2026
પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથ મામલે 61 કલાક છતાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
ન્યાયની માંગ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી ન થવાના વિરોધમાં ગ્રામજનો અને તાલુકાભરના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથ મામલે ક્ષત્રિય સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના કારણે મૃત્યુને 61 કલાક વીતી જવા છતાં પરિવારે હજુ સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. ન્યાયની માંગ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી ન થવાના વિરોધમાં ગ્રામજનો અને તાલુકાભરના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, જ્યાં પથુભાના અંતિમસંસ્કાર પહેલાં તંત્રની પ્રતીકાત્મક સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી. સ્મશાનમાં તંત્રની પ્રતીકાત્મક અર્થી બનાવીને તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
