News of Thursday, 16th April 2026
જામનગરના વોર્ડ નં.10ની એક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો
નિયમિત સફાઈ ન થવી અને ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન:વરસાદી પાણી ભરાવાના કારણે ઘરોમાં મોટાપાયે નુકસાન થયું:નુકસાનના ફોર્મ ભર્યા બાદ પણ સરકારી સહાય ન મળતાં સ્થાનિકોમાં રોષ

જામનગરના વોર્ડ નં.10ની એક સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં નિયમિત સફાઈ ન થવી અને ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો લાંબા સમયથી પરેશાન છે. વરસાદી પાણી ભરાવાના કારણે ઘરોમાં મોટાપાયે નુકસાન થયું હોવા છતાં નુકસાનના ફોર્મ ભર્યા બાદ પણ સરકારી સહાય ન મળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગોમતીપુર વિસ્તારની સોસાયટીના રહેવાસીઓએ તંત્ર પર અવગણનાનો આક્ષેપ કર્યો છે અને વર્ષોથી સમસ્યાઓ હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા તેઓ નિરાશ થયા છે. વારંવારની રજૂઆતો બાદ પણ જવાબ ન મળતાં અંતે લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
(2:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
