<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

જામનગરનાં નિવૃત્ત પોલીસ અધિકારી લખમણભાઈ લૈયા ભાજપમા જોડાયા

ભાજપ શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારી દ્વારા આવકાર : પોલીસતંત્રમા ફરજ બાદ રાજકારણમાં પ્રવેશ કરીને જનસેવા કરવા માટેનો ઉત્તમ નિર્ણય લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૪ : જામનગર પોલીસ ફરજમાં ASI તરીકેની પોતાની ઈમાનદારી અને નિષ્ઠાપૂર્વક સેવાઓ નિભાવતા આહીર સમાજ સહિત સમગ્ર પોલીસ વિભાગનું ગૌરવ એવા લખમણભાઈ મુરૂભાઇ લૈયા બે મહિના અગાઉ વયમર્યાદાને લીધે નિવૃત્ત થયા હતા. જે બાદ નિવૃત્ત જીવનનાં નવા તબક્કા સ્વરૂપે પોલીસમાં આપેલી ઉત્કૃષ્ટ લોકસેવા, શ્રેષ્ઠ કર્તવ્ય અને સેવાકીય સમર્પણના એ જ ભાવ સાથે તેઓ તા.3/8/26 નાં દિવસે ભાજપ શહેર અધ્યક્ષા બીનાબેન કોઠારીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. આમ હવેથી તેઓએ પોલીસતંત્ર બાદ રાજકારણમાં પ્રવેશ કરીને જનસેવા કરવા માટેનો ઉત્તમ નિર્ણય લીધો હતો.

(9:27 AM IST)