<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

બગડુ ગામ નજીક પેટ્રોલ પંપના સ્‍ટોર રૂમમાં અને જામકા ગામની નદીના કાંઠેથી છૂપાવેલ સવા પાંચ લાખનો દારૂ ઝડપાયોઃ ત્રણની ધરપકડ

જુનાગઢ, તા.૧૬: બગડુ ગામ જામકા ચોકડી પાસે રૂદ્ર પેટ્રોલપંપના સ્‍ટોર રૂમમાં વિરાગ મથુરદાસ ગોંડલીયાએ ઇન્‍ગલીશ દારુનો જથ્‍થો છુપાવી રાખેલ છે તેમજ જામકા ગામના રહીશ કુલદીપ ઉર્ફે કાનો જગુભાઇ હુદડ તથા વનરાજ ઉર્ફે વનો ભાણકુભાઇ મન નાઓએ જામકા ગામની સીમમા નદીના કાંઠે ઇન્‍ગલીશ દારૂ સંતાડીને રાખેલ છે જે આધારે અલગ અલગ જગ્‍યાએ રેઇડ કરતા રૂદ્ર પેટ્રોલ પંપ ખાતે સ્‍ટોર રૂમમાથી આરોપી વિરાગ મથુરદાસ ગોંડલીયાના કબ્‍જામાથી ઇન્‍ગલીશ દારૂની બોટલ નંગ-૭૧ કિ.રૂ.૮૫,૨૦૦/ ની તથા જામકા ગામની સીમમાંથી ઇન્‍ગલીશ દારૂની બોટલ નંગ-૩૭૧ કિ.રૂ. ૪,૪૫,૨૦૦/ નો મુદામાલ પકડી ?ોહીબીશન ધારાના અલગ અલગ ગુનાઓ દાખલ કરાવવામા આવેલ છે.

આ બન્ને ગુનાના કામે કુલ કિ.રૂ. ૭.૯૦,૪૦૦/ નો મુદામાલ કબ્‍જે કરવામા આવેલ છે.

આ કામગીરી જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ એફ.બી.ગગનીયા તથા પો.સબ ઇન્‍સ. એસ.કે.ડામોર તથા પો.હેડ કોન્‍સ દેવેનભાઇ ભીખનભાઇ ચાવડા, ભનુભાઈ કારાભાઈ ઓડેદરા તથા પો.કોન્‍સ રમેશભાઈ ગોવીંદભાઈ કરંગીયા તથા રાજુભાઇ ભાયાભાઇ કટારા તથા ચીરાગભાઈ કરશનભાઈ વરૂ તથા ગોવીંદભાઇ ભોવાનભાઈ પરમાર તથા ખીમાણંદભાઇ કાનાભાઈ સોલંકી વિગેરે માણસોએ કરેલ છે.

(12:30 PM IST)