તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
સરધાર પાસે રાત્રે કારની ઠોકરે રીક્ષા ચડતાં લાઠીના રોહિતભાઇને ગંભીર ઇજા

રાજકોટ તા. ૨૭: અમરેલીના લાઠીમાં રહેતાં રોહિતભાઇ પ્રેમજીભાઇ ગોહેલ (ઉ.વ.૩૫) રાતે સાડા દસેક વાગ્યે રાજકોટના સરધારમાં સીએનજી પંપ પાસેથી રિક્ષા હંકારી પસાર થઇ રહ્યા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી છે.
રોહિતભાઇ ચાર ભાઇમાં બીજા છે અને જીઇબીના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેઓ કામ સબબ સરધાર તરફ આવ્યા હોઇ આ બનાવ બન્યો હતો.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
