News of Wednesday, 18th November 2026
વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવામાં યુવા શકિતની ભૂમિકા મહત્વપૂર્ણ : જગદીશ વિશ્વકર્મા
લખતરમાં યુવાનો સાથે સંવાદ : ઢાંકી પંપીંગ સ્ટેશનની મુલાકાત યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ અને પ્રદેશ પ્રમુખ નરેશ દેસાઇ પ્રવાસમાં સાથે

રાજકોટ, તા. ૧૮ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર મુકામે યુવાનો સાથે સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં તેમણે યુવાનો સાથે વિકસિત ભારત, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રહિત સહિત વિવિધ વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. આ બાદ શ્રી વિશ્વકર્માએ સરદાર સરોવર નર્મદા નિગમની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના ઢાંકી સ્થિત પમ્પિંગ સ્ટેશન-૧ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવામાં દેશની યુવા શક્તિની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આજનો યુવા માત્ર આવતીકાલનું ભવિષ્ય નથી, પરંતુ આજના ભારતના નિર્માણમાં પણ સક્રિય ભાગીદાર છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતળત્વમાં કેન્દ્ર સરકાર અને શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં રાજ્ય સરકાર દ્વારા યુવાનોને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ, રોજગાર, રમતગમત, સંશોધન અને ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવાની તકો પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં વિધાનસભાના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. નરેશભાઈ દેસાઈ, પ્રભારી શ્રી કિરીટભાઇ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા સહિત પદાધિકારીઓ, આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
