News of Saturday, 1st August 2026
રૂ.૪૫ કરોડની અમૃત-૨ પાણી યોજના વર્ષોથી અધૂરીઃ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ૬૧ ગામોની જનતા તરસી
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂનો આક્ષેપઃ ૩૫ વર્ષના ભાજપ શાસનમાં વિકાસના નામે મીંડું, જાફરાબાદ માટે પણ યોજનાની માંગ

રાજુલા-અમરેલી-સાવરકુંડલા તા.૧: રાજુલા શહેર સહિત ૬૧ ગામોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળે તે હેતુથી અમૃત-૨ યોજના હેઠળ ?૪૫ કરોડની પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી. પરંતુ વર્ષો વીતી ગયા છતાં આજે પણ આ યોજનાની કામગીરી પૂર્ણ થઈ નથી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂ એ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે યોજનાનું ંઅંદાજે ૭૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.પરંતુ બાકીના માત્ર ૨૫ ટકા કામના કારણે સમગ્ર યોજના વર્ષોથી અટવાઈ પડી છે. પરિણામે રાજુલા શહેર અને ૬૧ ગામોના હજારો લોકો આજે પણ પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
શ્રી વરૂએ કહ્યું કે ંછેલ્લા ૩૫ વર્ષથી આ વિસ્તારમાં ભાજપનું શાસન છે, છતાં વિકાસના નામે મીંડું જ જોવા મળે છેં. સરકાર વિકાસના મોટા મોટા દાવા કરે છે, પરંતુ પાણી જેવી પાયાની સુવિધા પણ સમયસર મળતી નથી. કરોડોની ગ્રાન્ટો ફાળવાય છે પરંતુ તેનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ થતો નથી. ?૪૫ કરોડની મહત્વની યોજના અધૂરી રહેવી એ વહીવટી બેદરકારી અને સરકારની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે.
શ્રી વરૂએ રાજ્યના મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરીને માંગ કરી છે કે આ સમગ્ર યોજનાની સત્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે,કામમાં વિલંબ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય,બાકી રહેલું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરી તાત્કાલિક પાણી આપવામાં આવે.
સાથે જ તેમણે માંગ કરી કે રાજુલાની જેમ ંજાફરાબાદ તાલુકાને પણ તાત્કાલિક અમૃત-૨ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવેં, જેથી જાફરાબાદના ગામોના લોકોને પણ કાયમી પીવાના પાણીની સમસ્યામાંથી રાહત મળે.
અંતમાં તેમણે કહ્યું કે ંપાણી કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ લોકોના જીવન સાથે જોડાયેલો પાયાનો અધિકાર છે. સરકારે હવે વિકાસના ખાલી દાવા છોડીને પરિણામ આપવું પડશે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
