News of Friday, 24th April 2026
વિરપુર-જામકંડોરણા પંથકમાં વિજવાયરોની ચોરી કરનાર ટોળકીને રૂરલ એલસીબીએ ઝડપી લીધી
ચાલુ વિજપ્રવાહ જમ્પરથી બંધ કરી વાયરની ચોરી કરતા'તા : ૩ ગુન્હાનો ભેદ ઉકેલાયોઃ ૩ સાગ્રીતોની શોધ : બે વાહન સહિત ૧પ.ર૭ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ ટોળકી (નીચે બેઠેલ) સાથે કબ્જે કરાયેલ બંન્ને વાહનો નજરે પડે છે. (૯.૧ર)
રાજકોટ, તા. ર૪ : વિરપુર-જામકંડોરણા પંથકમાં ચાલુ વિજ પ્રવાહ જમ્પરની બંધ કરી વાયરની ચોરી કરનાર ૬ શખ્સોની ટોળકીને રૂરલ એલસીબીએ પકડી પાડતા ૩ ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે બે વાહનો સહિત ૧પ.ર૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી નાસી છુટેલ અન્ય ૩ સાગ્રીતોની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લાની પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રૂરલ એલસીબીએ વિરપુર અને જામકંડોરણા પંથકમાં ચાલુ વિજ પ્રવાહ જમ્પર વડે બંધ કરી વિજ વાયરની ચોરી કરનાર (૧) પ્રતાપસિંહ સ/ઓ પૂનમસિંહ દેવીસિંહ (ર) ગોપાલસિંહ સ/ઓ લક્ષ્મણસિંહ રાવત, (૩) ભગવાનસિંહ સા/ઓ ગોપાલસિંહ ચૌહાણ તથા (૪) શોભાગસિંહ સ/ઓ નવલસિંહ રાવત, રહે. તમામ નાગબાઇની ધાર પાસે જામકંડોરણા, તેમજ (પ) સાજીદ સ/ઓ. લતીફભાઇ પારેખ, રહે. લાઠી સેતા પાટી અને (૬) નીસાર ઉર્ફે ટીનો સા/ઓ ઓસમાનણભાઇ અલીશેરભાઇ સેતા, ધંધો ડ્રાઇવર રહે. લાઠી પાણીના ટાંકા પાસેથી ઝડપી લીધા હતા. જયારે ચોરીમાં સામેલ આ ટોળકીના સરફરાજભાઇ કટારીયા રહે. બાબરા (૭) મુસ્તાનફ ઇસાભાઇ ઘાંચી, ધંધો વેપાર રહે. અમરાપરા ગામ, તા. બાબરા તથા ૯) ગોપાલસિંહ મોહનસિંહ સુરાડીયા રહે. હાલ હરીયાસણ ગામ મુળ ગામ. પીપલી બાડીયા જી. અજમેર રાજસ્થાનની શોધખોળ હાથ ધરાઇ છે.
પકડાયેલ ટોળકીને (૧)ગત તા. ૧૦-૪-ર૦ર૬ જામકંડોરણા તાબેના રામપર ગામના પાટીયા નજકીથી પી.જી.વી.એલ. ના થાંભલા ઉપરથી એલ્યુમીનીયમ વાયર કાપી ચોરી કરેલ તેમજ ગત (ર) તા. ૧પ-૪-ર૦ર૬ ના રોજ જામકંડોરણા તાબેના આંચકવડથી હરીયાસણ તરફ સીમમાં પી.જી.વી.સી.એલ.ના થાંભલા ઉપરથી એલ્યુમીનીયમના વાયર કાપી ચોરી કરેલ તથા (૩) વિરપુર પોલીસ સ્ટેશન તાબાના થોરાળા ગામની સીમ વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ના થાંભલા ઉપરથી એલ્યુમીનીયમના વયા કાપી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ટોળકી પાસેથી પોલીસે રોકડ રૂા. ૧,૧૪,૦૦૦, કીયા કાર રજી. જીજે-૦૩એલએમ-૦૦પ૧ કિ. રૂા. ૭લાખ, બોલેરો પીકઅપ વાહન રજી નંજ. જી.જે. ૦૪-એડબલ્યુ-૯પર૦ કિ. રૂા. પ લાખ, એલ્યુમીનીયમ વાયર ૩ર૦ કિ.ગ્રા. કિ. રૂા. ૧,૬૩,ર૦૦, એમ મોટર સાઇકલ રજી. નં. આર.જે. ૩૬-એસએન.-૧૯૮૧ કિ. રૂા. ર૦ લાખ, મોબાઇલ ફોન નં. ૬ કિ. રૂા. ૩૦,૦૦૦ તથા વાયર કાપવાના કટર નં. ર કિ. ૧૦૦ મળી કુલ રૂા. ૧પ,ર૭,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્પેકટર વી.વી. ઓડેદરા, પો. સબ. ઇન્સ. કે.એમ. ચાવડા, પો. સબ ઇન્સ. એચ.સી. ગોહીલ, પો. બસ. ઇન્સ. આર.વી. ભીમાણી, એ.એસ.આઇ. બાલકુષ્ણભાઇ ત્રિવેદી, ભાવેશભાઇ ચાવડા, અનિલભાઇ બળકોદીયા, પો. હેડ કોન્સ. અરવિંદસિંહ જાડેજા, મનીષભાઇ વરૂ, રમણીકભાઇ મણવર, અર્જુનભાઇ ડવેરા, મનદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પો. કોન્સ. શકિતસિંહ જાડેજા, નીકુંજભાઇ સુતરીયા, ઇશીતભાઇ માણવદરીયા, શકિતસિંહ ઝાલા, ભરતભાઇ ગમારા, ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ હિંાર તથા ડ્રા. પો. કોન્સ. અબ્દુલભાઇ શેખ સહિતના સ્ટાફે કરી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
