News of Friday, 16th October 2026
જેતપુર પાસે ૧૨.૪૮ લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલતી રૂરલ એલસીબીઃ ૫ શખ્સો પકડાયા
સોલાર સ્ટ્રકચર ફિટીંગનું કામ કરતા મહેશે ટોળકી બનાવી દિવસે રેકી કરી રાત્રે ચોરી કરતા' તાઃ અન્ય ૫ ચોરીની કબૂલાત

તસ્વીરમાં પકડાયેલ ટોળકી ચોરાઉ સામાન અને વાહનો સાથે નજરે પડે છે
રાજકોટ, તા.૧૬: જેતપુર પાસે સોલાર પ્લાન્ટમાંથી ૧૨.૪૮ લાખના કેબલની ચોરી કરનાર ટોકળીને રૂરલ એલસીબીએ ઝડપી લઇ પૂછતાછ કરતા અન્ય પાંચ ચોરીનો પપણ ભેદ ખુલ્યો હતો.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારચીયા ગામ પાસે આવેલ ‘‘એમબીટ એનર્જી પ્રા.લી.''કંપનીના સોલાર પ્લાન્ટમાંથી ગઇ તા.૧૧/૧૦ રાત્રીના કોઇ અજાણ્યા ચોર ઇસમોએ સોલાર પ્લાન્ટમાં રાખેલા સોલાર DC કેબલના ડ્રમ નંગ-૧૬ જે કેબલની કુલ લંબાઇ ૧૬,૦૦૦ મીટર કેબલ, કિંમત રૂ.૧૨,૪૮,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરીયાદ થતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીના પી.આઇ. જે.પી. રાવ તથા ટીમે સીસીટીવી ફુટેજનાઆધારે તપાસ કરી ચોરી કરનાર ટોળકીના (૧) દશરથ ઉર્ફે દસો માધાભાઈ સાંખટ, ઉ.વ.૨૪, રહે. તલી ગામ, જી- ભાવનગર(૨) મહેશ વીજાભાઈ બારૈયા, ઉ.વ.૨૫, રહે. મેથાળ ગામ, જી-(૩) પ્રકાશ ઉર્ફે પકો બદુભાઈ બારૈયા, ઉ.વ.૨૯, રહે. મેથાળ ગામ, જી-ભાવનગર (૪) પ્રવિણ ગણેશભાઈ શીયાળ, ઉ.વ.૩૬, રહે. મેથાળ ગામ, જી-ભાવનગર(૫) વીશાલ ધરમશીભાઈ ભાલીયા, ઉ.વ.૨૧, રહે. પરતાપરા ગામ, જી-ભાવનગર
કેબલના ડ્રમ નંગ-૦૮ જેમા કુલ કેબલ ૮,૦૦૦ મીટર જેની કુલ કીંમત કિ.રૂ. ૬,૨૪,૦૦૦/- સોલાર DC કેબલના અલગ અલગ લંબાઈના ટુકડાઓ ભરેલ પ્લાસ્ટીકના બાચકા નંગ-૦૮ જેનું વજન ૩૦૦ કીલોગ્રામ કિ.રૂા. ૩,૦૦,૦૦૦/- કોપર વાયર ભરેલ પ્લાસ્ટીકના બાચકા નંગ-૦૪, વજન ૧૩૯.૨૦૦ કીલોગ્રામ કી.રૂ. ૨,૦૧,૮૪૦/- બોલેરો પીક અપ વાહન RTO રજી. નં. GJ-03-BW-૧૭૬૯ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- અર્ટીગા કાર RTO રજી. નં. GJ-03-LM-૨૩૯૬ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૦૫, કિ.રૂ.૨૫,૦૦૦/- રોકડ રૂપીયા- ૧૨,૦૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨૧,૬૨,૮૪૦/- ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓએ આજથી સાત આઠ મહિના પહેલા સરદારગઢ (માણાવદર પાસે) ગામ ખાતે ે સોલાર પ્લાન્ટ માંથી ૨ ડ્રમની ચોરી કરેલ હતી. તેમજ આજથી આશરે ત્રણ ચાર મહિના પહેલા ઉનાથી ૧૦ કિલો મીટર દુર વેલાકોટ ગામે પાસે આવેલ સોલાર રૂ.૩૦,૦૦૦/- ના કેબલની ચોરી, આજથી આશરે ત્રણેક મહિના પહેલા ચોટીલા પાસે મોટા હણીયા ગામ પાસે આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૧૬૦ કિલો જેટલો કેબલ ચોરી તથા આજથી દશેક દીવસ પહેલા ધ્રાફા પાસે આવેલ મોટા ખડબા ગામ પાસે આવેલ સોલાર પ્લાન્ટમાંથી ૨ ડ્રમ કેબલની ચોરી કરી હતી.
પકડાયેલ આરોપીઓ પેઢી મહેશ બારૈયા સોલાર પેનલના સ્ટ્રકચર ફિટીંગનું અલગ અલગ જીલ્લામાં કામ કરતો હોય અને જાણકાર હોય એક ટોળકી બનાવીને પ્રથમ સેલ્ફ ડ્રાઇવીંગ પર કાર માલિક પાસેથી કાર ભાડે મેળવીને દીવસના સમયે રોડની નજીકમા઼ આવેલ સોલાર પ્લાન્ટની રેકી કરતા અને ભંગાર ખરીદવાના બહાને સોલાર પ્લાન્ટની અંદરની રેકી કરતા બાદ મોડી રાત્રીના સમયે આવી સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતા હતા. પકડાયેલ આરોપીઓ સામે અગાઉ ભાવનગરમાં ગુન્હોઓ નોંધાયા છે.
આ કાર્યવાહી આર.વી.ભીમાણી તથા શ્રી કે.એમ.ચાવડા તથા એચ.સી.ગોહીલ તથા પી.એન.ભરવાડ તથા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ત્/ઘ્ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી એસ.એચ.શર્મા, તથા જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પો. સબ ઈન્સ શ્રી કે.બી.ગઢવી તથા સ્ટાફે કરી હતી.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
