<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દિપોત્સવ નિમિતે સિલ્વર ડાયમંડ વાઘા અને ગલગોટાના ફુલોનો દિવ્ય શણગાર : કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીનો આજે જન્મદિવસ : તેમના દ્વારા દ્વારા શણગાર આરતી

દીપાવલી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન માટે ઉમટયા : સાંજે હજારો દિવડાઓ દ્વારા દિપોત્સવ સમૂહ સંધ્યા આરતી તથા ભવ્ય આતશબાજી કરાશે : વેપારીઓ અને હરિભક્તો માટે સામૂહિક ચોપડા પૂજનનું આયોજન

રાજકોટ તા.૮ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સિલ્વર ડાયમંડ વાઘાનો અને ગલકોટા-ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે તા. 08-11-2026ને રવિવારે  કરાયો હતો. 

     આ સાથે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું સિંહાસનને કેસરી અને પીળા ગલગોટાના  ફુલોથી શણગાર્યું હતું. સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

સાળંગપુરધામ શ્રીbકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.  દિપોત્સવ નિમિતે ચોપડાપૂજન (શારદાપૂજન અને લક્ષ્મીપૂજન): સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન વેપારીઓ અને હરિભક્તો માટે સામૂહિક ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંજે ૬:૩૦ સમૂહ સંધ્યા આરતીમાં હજારો દિવડાઓની આવશે, મંદિર અને પરિસરને રોશનીથી શણગારમા આવ્યું, મંદિર પરિસરને રોશની અને દીવડાઓના પ્રકાશથી ઝળહળતું કરવામાં આવશે તેમજ ભવ્ય આતશબાજીનું  રાત્રે ૭:૩૦ થી ૮:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.

(10:02 AM IST)