News of Saturday, 18th July 2026
વિરપુરમાં પાળેલો કુતરો ભસવા મામલે સંજયભાઇ પર ત્રણ જણાનો હુમલો
યુવાનના પત્નિ કુતરાને આટો મરાવવા નીકળ્યા ત્યારે સચીન નામના શખ્સે બોલાચાલી કરી પછી સમાધાનના નામે મારામારી કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: વિરપુર જલારામ ખાતે ભુવનેશ્વર નગર સોસાયટીમાં રહેતાં સંજયભાઇ ખીમજીભાઇ સોરઠીયા (ઉ.વ.૪૨) નામના યુવાન પર વિરપુર બસ સ્ટેશન પાસે સચીન, કાલી અને સુરેશ સહિતનાએ હુમલો કરી લાકડાના બારસાંખ અને ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરી હતી.
સંજયભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા છે. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. સંજયભાઇએ કહ્યું હતું કે અમારે પાળતુ કુતરો છે, મારા પત્નિ રૂપલબેને કુતરાને આટો મરાવવા નીકળ્યા ત્યારે કુતરૂ અમસ્તુ જ ભસતું હોઇ આ વખતે રોડ પર ઉભેલા સચીને તમારુ કુતરૂ કરડી જશે તેમ કહી માથાકુટ કરી હતી. આ પછી તેણે ફોન કરી બસ સ્ટેશન પાસે સમાધાનની વાત કરવા બોલાવતાં પોતે બસ સ્ટેશન પાસે જતાં સચીન અને તેની સાથેના સુરેશ, કાલી અને એક મહિલાએ મળી બારસાંખથી માર મારી ઢીકાપાટુ માર્યા હતાં. વિરપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
